જાણો કોણ છે મોનલ ગજ્જર

Posted By:
Subscribe to Oneindia News

મોનલ ગજ્જર ગુજરાતી ફિલ્મો માટે ખુબ જ જાણીતું નામ છે. તેમને ગુજરાતી જ નહીં પરંતુ તમિલ, તેલગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં મોનલ ગજ્જર ઘ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તેની સાથે જાહેરમાં ગેરવર્તણૂક થયી છે.

આખી ઘટના કંઈક આમ બની જયારે અભિનેત્રી પોતાની કઝીન સાથે ગુલબાઈ ટેકરા ગયી હતી. ત્યારે તેઓ મોડી રાત્રે પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા. તે સમયે કે વ્યક્તિ જાહેરમાં પેશાબ કરી રહ્યો હતો જયારે મોનલ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે આ જાહેર જગ્યા છે. ત્યારે તે વ્યક્તિએ તેની સાથે ગેરવર્તણૂક કરી.

મોનલ ગજ્જરે આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો અને પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ પણ નોંધાવી હતી. મોનલ ફરિયાદમાં એવું પણ નોંધાવ્યું છે કે તે વ્યક્તિ અશ્લીલ ગાળો પણ બોલતો હતો. હાલમાં તો મોનલ ઘ્વારા ફરિયાદ નોંધાવી છે અને પોલીસે જણાવ્યું છે કે તેઓ ઉચિત કાર્યવાહી કરશે.

તો જાણો કોણ છે મોનલ ગજ્જર

ગુજરાતી ફિલ્મો

ગુજરાતી ફિલ્મો

જો ગુજરાતી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો મોનલ ગજ્જર ને તમે "થઇ જશે", "આવ તારું કરી નાખું" જેવી ફિલ્મોમાં જોઈ હશે. આ વર્ષે ગુજરાતી ફિલ્મ "રેવા" માં પણ મોનલ ગજ્જર છે.

ડેબ્યુ

ડેબ્યુ

મોનલ ગજ્જરે તમિલ અને તેલુગુ ફિલ્મો ઘ્વારા ડેબ્યુ કર્યો હતો. ત્યારપછી તેમને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

આગવી ઓળખ

આગવી ઓળખ

મોનલ ગજ્જરે પોતાની અભિનય ક્ષમતાને કારણે આજે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

English summary
Who is monal gujjar

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.