કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ સમ્પન્ન, લા વાઇ ડી એડીલેને પામે ડી ઓર ઍવૉર્ડ
પેરિસ, 27 મે : ફ્રાંસ ખાતે યોજાયેલ 66મું આંતરરાષ્ટ્રીય કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલનું રવિવારે સમાપન થઈ ગયું. 12 દિવસ ચાલેલ આ મહોત્સવમાં ફ્રાંસીસી-ટ્યુનિશિયન દિગ્દર્શક અડ્બેલાતિફ કેશિચેની ફિલ્મ લા વાઇ ડી એડીલે-ચૅપિટ્રી 1 એન્ડ 2 (બ્લ્યૂ ઇઝ દ વાર્મસ્ટ કલર)ને પ્રતિષ્ઠિત પામે ડી ઓર ઍવૉર્ડ આપવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ અભિનેત્રી એડીલે એક્ઝારકોપોલોસ તથા લી સીડોક્સે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. લેખિકા જૂલી મારોહની નવલકથા પર આધારિત આ ફિલ્મ એક પ્રણય-કથા છે. ફિલ્મની વાર્તા એક તરુણી અંગે છે કે જેને પોતાના કરતાં મોટી વયની એક મહિલા સાથે પ્રેમ થઈ જાય છે. કોએન બ્રધર્સ દિગ્દર્શિત ઇનસાઇડ લેલ્વિન ડેવિસ ફિલ્મને રનર-અપનું ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર અપાયું. કોએને 1991માં પામે ડી ઓર પુરસ્કાર જીત્યુ હતું. નિર્ણાયક મંડળની પસંદથી અપાતું પુરસ્કાર જ્યુરી પ્રાઇઝ જાપાની દિગ્દર્શક હિરોકાજૂ કોરે-એદાની ફિલ્મ લાઇક ફાદર લાઇક સનને અપાયું.
પ્રતિષ્ઠિત હૉલીવુડ અભિનેતા બ્રૂસ ડર્નને ફિલ્મ નેબ્રાસ્કા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનું પુરસ્કાર અપાયું, તો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું પુરસ્કાર આર્જેંટીના મૂળના ફ્રાંસિસી અભિનેત્રી બેરેનીસ બેજોને ફિલ્મ ધ પોસ્ટ માટે અપાયું. સર્વશ્રેષ્ઠ સ્ક્રિપ્ટ લેખકનું પુરસ્કાર તિઆન ઝૂ ડિંગ ફિલ્મ માટે ચીની પટકથા લેક જિયા જાંકેને અપાયું.
પુરસ્કારો માટે ફિલ્મોની પસંદગી કરનાર નૌ સભ્યોની નિર્ણાયક મંડળીના પ્રમુખ દિગ્દર્શક સ્ટિવન સ્પીલબર્ગ હતાં તથા તેમાં અભિનેત્રી નિકોલ કિડમૅન અને દિગ્દર્શક ઍંગ લી પણ સામેલ હતાં. વિશ્વસના સર્વાધિક પ્રતિષ્ઠિત ગણાતાં કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013નો પ્રારંભ ગત 15મી મેના રોજ થયો હતો. 12 દિવસમાં 80 ફિલ્મોનું પ્રદર્શન કરાયું. સમારંભની શરુઆત લિયોનાર્ડો ડિકૅપ્રિયોની ફિલ્મ ધ ગ્રેટ ગેટ્સબાયના પ્રદર્શન સાથે થઈ અને સમાપન જેરોમ સાલેની ફિલ્મ જુલૂના પ્રદર્શન સાથે થયું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના












Click it and Unblock the Notifications
