ધ સીક્રેટ સર્વિસમાં વિલન બનશે બ્રિટિશ ગાયિકા એડિલે!
લૉસ એંજલ્સ, 13 ઑગસ્ટ : બ્રિટિશ ગાયિકા એડિલેને ધ સીક્રેટ સર્વિસ ફિલ્મમાં વિલનની ભૂમિકા ઑફર કરાઈ છે. ફિલ્મમાં ભૂતપૂર્વ ફુટબૉલર ડેવિડ બેકહમ તથા એલ્ટન જ્હૉન પણ કામ કરશે.

કૉંટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ 25 વર્ષીય એડિલે મૅથ્યુ વુગનના દિગ્દર્શનમાં બનનાર જાસૂસી ફિલ્મ ધ સીક્રેટ સર્વિસમાં મહેમાન કલાકાર તરીકે નજરે પડશે. એક સૂત્રે જણાવ્યું - એડિલેમાં તે વાત છે કે જેની મૅથ્યુને શોધ હતી. તેઓ કોઇક નામી હસ્તીને ફિલ્મમાં લેવા માંગે છે કે જેથી ફિલ્મ માટે લોકોમાં ઉત્સુકતા પેદા કરી શકાય.
સૂત્રે જણાવ્યું - આપને સંગીત ક્ષેત્રે એડિલે કરતાં મોટી હસ્તી ન મળી શકે. તેથી મૅથ્યુ ઇચ્છે છે કે એડિલે તેમની ફિલ્મમાં કામ કરે. મોટા પડદાના તેઓ એક મોટા સ્ટાર છે. એડિલે તરફથી તેમના પ્રવક્તાએ આ માચાર અંગે કોઈ પણ જાતની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.












Click it and Unblock the Notifications
