ધ વૉઇસ : શકીરાની વિદાય, પાછા ફરશે આગિલેરા
ગાયિકા ક્રિસ્ટીના આગિલેરા અમેરિકી ટેલીવિઝન શો ધ વૉઇસમાં જજ તરીકે પાછા ફરશે, જ્યારે તેમના સ્થાને આવેલા સિંગર શકીરા શોમાં વિદાય લેશે.

મળતી માહિતી મુજબ 32 વર્ષીય આગિલેરા પોતાના નવા આલબમ લોટસના પ્રચાર માટે ધ વૉઇસ શોની ત્રીજી આવૃત્તિ બાદ તેનાથી અળગા થઈ ગયા હતાં. હવે શક્યતા છે કે 1.7 કરોડ ડૉલરના સોદા બાદ આગિલેરા આ શોમાં પરત ફરી રહ્યાં છે.
આગિલેરાએ જ્યારે આ શો છોડ્યો, ત્યારે તેમના સ્થાને વાકા વાકા ગર્લ શકીરા આવ્યા હતાં. ક્રિસ્ટીના આગિલેરા પાછા ફરતાં શકીરા આ શોને વિદાય કહેશે. જોકે હજી એ નથી જાણવા મળ્યું કે ગત વર્ષે શોથી અળગા થયેલા ગાયક સી લો ગ્રીન પણ આગિલેરા સાથે પાછા ફરવાનાં છે કે નહીં.












Click it and Unblock the Notifications
