Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એંજેલિના જૉલીએ બ્રાડ પિટ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ, કહ્યુ - મારી પાસે છે પૂરતા પુરાવા

કોર્ટમાં એંજેલિના જૉલીએ દાવો કર્યો છે કે તેની પાસે બ્રાડ પિટ સામે ઘરેલુ હિંસાના પૂરતા પુરાવા છે

લૉસ એંજેલસઃ હૉલિવુડના સૌથી હૉટ કપલમાંના એક રહેલા એંજેલિના જૉલી અને બ્રાડ પિટના ડિવોર્સને લાંબો સમય વીતી ચૂક્યો છે. બંનેએ વર્ષ 2016થી જ અલગ રહે છે પરંતુ બાળકોની કસ્ટડી માટે હજુ પણ મામલો ફસાયેલો છે. મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટમાં એંજેલિના જૉલીએ દાવો કર્યો છે કે તેની પાસે બ્રાડ પિટ સામે ઘરેલુ હિંસાના પૂરતા પુરાવા છે જેના પર કોર્ટે તેને અદાલતમાં રજૂ કરવા માટે કહ્યુ છે. રિપોર્ટ મુજબ બ્રાડ પિટનુ વર્તન બાળકો પ્રત્યે સારુ નથી અને જૉલી બાળકોની ભલાઈ માટે તેમની કસ્ટડી ઈચ્છે છે અને માટે કોર્ટ કેસ લડી રહી છે.

9 વર્ષ અફેર, 2 વર્ષ લગ્ન, 6 બાળકો અને ડિવોર્સ

9 વર્ષ અફેર, 2 વર્ષ લગ્ન, 6 બાળકો અને ડિવોર્સ

તમને જણાવી દઈએ કે એંજેલિના જૉલી અને બ્રાડ પિટ હૉલિવુડના નામાંકિત સ્ટાર્સમાંના એક રહ્યા છે. બંનેનો સંબંધ હંમેશાથી છવાયેલો રહ્યો છે. જૉલી અને પિટનો પ્રેમ કોઈ ટીન એજ બાળકો જેવો નહોતો. આ બંનેએ એકબીજાના પ્રેમને પૂરા 9 વર્ષ આપ્યા. બંને લિવ-ઈનમાં રહ્યા પછી વર્ષ 2014માં લગ્ન કર્યા હતા.

3 બાળકોને જૉલીએ જન્મ આપ્યો છે અને ...

3 બાળકોને જૉલીએ જન્મ આપ્યો છે અને ...

આ દરમિયાન 6 બાળકોના મા-બાપ બન્યા હતા પરંતુ 11 વર્ષ સાથે વીતાવ્યા બાદ બંનેએ વર્ષ 2016માં અલગ થઈ ગયા અને આજે એકબીજા સાથે બાળકો માટે કોર્ટમાં લડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંનેના અલગાવનુ કારણ પિટનો આશિક મિજાજ હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. જો કે જૉલીએ કહ્યુ હતુ કે પિટ પિતાની ફરજ સારી રીતે નથી નિભાવી રહ્યા. તે બાળકો સાથે ઘણી ખોટી રીતે વર્તન કરતા હતા માટે તેણે ડિવોર્સ લીધા છે. તમને જણાવી દઈએ કે જૉલી અને પિટના 6 બાળકો છે જેમાંથી 3 બાળકોને જૉલીએ જન્મ આપ્યો છે જ્યારે 3 બાળકોને બંનેએ દત્તક લીધા હતા.

'ગે' રિલેશનશિપના કારણે થયો ડિવોર્સ

'ગે' રિલેશનશિપના કારણે થયો ડિવોર્સ

ઉલ્લેખનીય છે કે જ્યારથી પિટે જૉલી સાથે લગ્ન કર્યા ત્યારથી સમાચાર આવી રહ્યા છે કે પિટને હવે જૉલીમાં રસ નથી રહ્યો. તેનુ નામ લગ્ન બાદ ગ્વેનેથ પાલ્ટ્રો અને મેરિયન કોટિલૉર્ડ જેવી હસીનાઓ સાથે જોડાઈ ચૂક્યુ હતુ. એટલુ જ નહિ અમુક વિદેશી વેબસાઈટોએ તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે પિટ અત્યારે ગે રિલેશનશિપમાં છે જેના કારણે એંજેલિનાએ તેની સાથે ડિવોર્સ લઈ લીધા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા બ્રાડ પિટે વર્ષ 2000માં જેનિફર એનિસ્ટન સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2005માં તે અલગ થઈ ગયા હતા. જૉલીના પિટ સાથે ત્રીજા લગ્ન હતા. આ પહેલા તેણે બિલી બૉબ થૉરટોન(2000-2003) અને જૉલી લી મિલર(1996-1999) સાથે લગ્ન કર્યા હતા.

કેન્સરના ડરથી એંજેલિનાએ કઢાવી નાખ્યા હતા પોતાના સ્તન

કેન્સરના ડરથી એંજેલિનાએ કઢાવી નાખ્યા હતા પોતાના સ્તન

બ્રાડ પિટ અને જૉલીને મેડ ફોર ઈચ અધર કહેવામાં આવતા હતા કારણકે પિટે ત્યારે પણ જૉલીનો સાથ નહોતો છોડ્યો જ્યારે એંજેલિનાએ બ્રેસ્ટ કેન્સરની શંકાના કારણે પોતાના સ્તન કઢાવી નાખ્યા હતા. જીવનના એ મુશ્કેલ સમયમાં જૉલી સાથે પડછાયાની જેમ પિટ રહ્યા હતા પરંતુ એવુ શું થયુ કે બંને સ્ટાર્સ આજે એકબીજાની સાથે રહેવા નથી માંગતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X