Pics : એજેંલિના-રૉબર્ટ છે ટૉપ અર્નિંગ હૉલીવુડ સ્ટાર્સ

હૉલીવુડના સૌથી સેક્સી બેબ એંજેલિના જોલીની પ્રસિદ્ધિમાં વદુ એક પાનુ ઉમેરાઈ ગયું છે અને તે છે હૉલીવુડમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીનો ખિતાબ. આપને જાણીને આશ્ચર્ય થશે કે એંજેલિના જોલી વર્ષ 2013ની સૌથી વધુ કમાઉ અભિનેત્રીના તમગાથી સન્માનવામાં આવ્યાં છે.

ઈઑનલાઇન.કૉમના જણાવ્યા મુજબ એંજેલિના જોલીએ વર્ષ 2013માં 3 કરોડ 30 લાખ ડૉલરની કમાણી કરી છે. ગત વર્ષે બ્રેસ્ટ બાયોપ્સીના કારણે ચર્ચામાં રહેનાર એંજેલિનાને વુમંસ મીડિયા સેંટરે સૌથી વધુ પારિશ્રમિક મેળવનાર અભિનેત્રી તરીકે બિરદાવ્યા છે. બીજી બાજુ અભિનેતાઓમાં રૉબર્ટ ડાઉની જૂનિયર 7 કરોડ 50 લાખ ડૉલરની કમાણી સાથે પહેલા સ્થાને રહ્યાં છે.

ચાલો તસવીરોમાં જોઇએ હૉલીવુડ સ્ટાર્સની કમાણીના આંકડા :

એજેંલિના જોલી નંબર 1

એજેંલિના જોલી નંબર 1

હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જોલી વર્ષ 2013માં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી તરીકે ઉપસી આવ્યાં છે. તેમની કમાણીનો આંકડો 3 કરોડ 30 લાખ ડૉલર રહ્યો છે.

જેનિફર લૉરેંસ નંબર 2

જેનિફર લૉરેંસ નંબર 2

કમાઉ અભિનેત્રીઓની યાદીમાં બીજુ સ્થાન મેળવ્યું છે જેનિફર લૉરેંસે. તેમની કમાણી 2 કરોડ 60 લાખ ડૉલર રહી છે.

ક્રિસ્ટિન સ્ટિવર્ટ નંબર 3

ક્રિસ્ટિન સ્ટિવર્ટ નંબર 3

તેવી જ રીતે ક્રિસ્ટિન સ્ટિવર્ટની કમાણી 2 કરોડ 15 લાખ ડૉલર રહી અને તેઓ ત્રીજા સ્થાને રહ્યાં છે.

જેનિફર એનિસ્ટન નંબર 4

જેનિફર એનિસ્ટન નંબર 4

જેનિફર એનિસ્ટને વર્ષ 2013માં 2 કરોડ ડૉલરની કમાણી કરી અને તેઓ ચોથા સ્થાને રહ્યાં.

એમ્મા સ્ટોન નંબર 5

એમ્મા સ્ટોન નંબર 5

1 કરોડ 60 લાખ ડૉલરની કમાણી સાથે એમ્મા સ્ટેન પાંચમા સ્થાને રહ્યાં છે.

ચાર્લીઝ થેરોન નંબર 6

ચાર્લીઝ થેરોન નંબર 6

ચાર્લીઝ થેરોને 2013માં 1 કરોડ 50 લાખ ડૉલરની કમાણી કરી હતી અને તેઓ છઠા સ્થાને રહ્યાં છે.

સૅન્ડ્રા બુલૉક નંબર 7

સૅન્ડ્રા બુલૉક નંબર 7

સૅન્ડ્રા બુલૉક કમાણીની બાબતમાં સાતમા સ્થાને રહ્યાં કે જેમની આવક 1 કરોડ 40 લાખ ડૉલર રહી.

નાતાલી પોર્ટમૅન નંબર 8

નાતાલી પોર્ટમૅન નંબર 8

નાતાલી પોર્ટમૅન નંબર 8 ઉપર રહ્યાં. તેમની કમાણી પણ 1 કરોડ 40 લાખ ડૉલર જ રહી.

મિલા કુનીસ નંબર 9

મિલા કુનીસ નંબર 9

1 કરોડ 10 લાખ ડૉલરની કમાણી સાથે મિલા કુનીસે નવમુ સ્થાન મેળવ્યું છે.

જુલિયા રૉબર્ટ્સ નંબર 10

જુલિયા રૉબર્ટ્સ નંબર 10

જુલિયા રૉબર્ટ્સ 1 કરોડ 10 લાખ ડૉલરની કમાણી સાથે દસમા સ્થાને રહ્યાં છે.

રૉબર્ટ ડાઉની જૂનિયર નંબર 1

રૉબર્ટ ડાઉની જૂનિયર નંબર 1

હવે કરીએ અભિનેતાઓની વાત. સૌથી વધુ કમાણી કરનાર તરીકે આ યાદીમાં પહેલું સ્થાન મેળવ્યું છે રૉબર્ટ ડાઉની જૂનિયરે. તેમની કમાણીનો આંકડો 7 કરોડ 50 લાખ ડૉલર રહ્યો છે.

છેનિંગ ટૅટમ નંબર 2

છેનિંગ ટૅટમ નંબર 2

છેનિંગ ટૅટમે 6 કરોડ ડૉલરની કમાણી કરી બીજુ સ્થાન હાસલ કર્યું છે.

હ્યૂગ જૅકમૅન નંબર 3

હ્યૂગ જૅકમૅન નંબર 3

5 કરોડ 50 લાખ ડૉલરની કમાણી સાથે હ્યૂગ જૅકમૅન ત્રીજા સ્થાને રહ્યાં છે.

માર્ક વાલબર્ગ નંબર 4

માર્ક વાલબર્ગ નંબર 4

માર્ક વાલબર્ગે 2013માં 5 કરોડ 10 લાખ ડૉલરની કમાણી કરી છે અને તેઓ ચોથા સ્થાને રહ્યાં છે.

ડાયને જ્હૉનસન નંબર 5

ડાયને જ્હૉનસન નંબર 5

પાંચમા સ્થાને ડાયને જ્હૉન રહ્યાં છે કે જેમની કમાણી 4 કરોડ 60 લાખ ડૉલર રહી છે.

લિયોનાર્ડો ડિકૅપ્રિયો નંબર 6

લિયોનાર્ડો ડિકૅપ્રિયો નંબર 6

લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ 3 કરોડ 80 લાખ ડૉલરની કમાણી સાથે છઠુ સ્થાન હાસલ કર્યું છે.

ઍડમ સૅન્ડ્લર નંબર 7

ઍડમ સૅન્ડ્લર નંબર 7

3 કરોડ 60 લાખ 50 હજાર ડૉલરની કમાણી સાથે ઍડમ સૅન્ડ્લરે સાતમુ સ્થાન મેળવ્યું છે.

ટૉમ ક્રૂઝ નંબર 8

ટૉમ ક્રૂઝ નંબર 8

ટૉમ ક્રૂઝ 3 કરોડ 50 લાખ ડૉલરની કમાણી સાથે આઠમા સ્થાને રહ્યાં છે.

ડેન્ઝેલ વૉશિંગ્ટન નંબર 9

ડેન્ઝેલ વૉશિંગ્ટન નંબર 9

3 કરોડ 30 લાખ ડૉલરની કમાણી સાથે ડેન્ઝેલ વૉશિંગ્ટન નવમા સ્થાને રહ્યાં છે.

લિયામ નીસન નંબર 10

લિયામ નીસન નંબર 10

લિયામ નીસન કમાણીની બાબતમાં દસમા સ્થાને રહ્યાં છે. તેમની કમાણી રહી છે 3 કરોડ 10 લાખ 50 હજાર ડૉલરની.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X