• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    એંજેલિના જોલીની આત્મકથા છાપવા માટે પ્રકાશકોમાં સ્પર્ધા

    |

    ન્યુયૉર્ક, 21 ઑક્ટોબર : હૉલીવુડના સૌથી સુંદર અભિનેત્રીઓમાંના એક એંજેલિના જોલી કે જેમના સૌંદર્ય તથા સંઘર્ષમય જીવનના દરેક પાનાને લોકો જાણવા અને વાંચવા માંગે છે. એટલે જ તો એંજેલિનાની આત્મકથા પ્રસિદ્ધ કરવા પ્રકાશકોમાં હોડ મચી છે. દરેક મોટું પબ્લિકેશન જોલીને મોમાંગી કિંમત આપવા તૈયાર છે તેમની ઑટોબાયોગ્રાફી છાપવા માટે.

    angelinajolie
    અમેરિકાના ત્રણ પ્રકાશન જૂથોમાં તેમના પુસ્તકના પ્રકાશનના રાઇટ્સ હાસલ કરવા માટે સ્પર્ધા જામી છે અને તેઓ જોલીને આકર્ષવાની કોશિશો કરી રહ્યાં છે. જોલીને ત્રણ કરોડ પાઉંડની રકમની ઑફર થઈ ચુકી છે, પરંતુ જોલીએ હજી સુધી કોઈને હા નથી કહ્યું. જોલીના ફૅન્સ દુનિયાના દરેક ક્ષેત્રે છે. સૌ કોઈ તેમના જીવનના વણસ્પર્શેલા પાસાઓ જાણવા આતુર હોય છે. સૌ જાણે છે કે એંજેલિના જોલીની આત્મકથા માર્કેટમાં તહેલકો મચાવી શકે છે. તેથી જોલીને લોકો કોઈ પણ કિંમત આપવા તૈયાર છે.

    કહે છે કે એંજેલિના જોલીએ પોતાની આત્મકથામાં એક અભિનેત્રી બનવાથી માંડી બ્રૅડ પિટના પ્રેમિકા બનવા સુધીની સફરને ખૂબ જ માર્મિક રીતે રજૂ કર્યું છે. જોલીએ પોતાના પુસ્તકમાં પોતાના માતા સાથેના સંબંધોને પણ સુંદર રીતે વર્ણવ્યું છે. ઉપરાંત તેમના બ્રેસ્ટની બાયોપ્સી કઈ પરિસ્થિતિઓમાં થઈ, તેનો પણ ઉલ્લેખ છે, તો બ્રૅડ પિટ સાથે લિવ ઇન રિલેશન અને છ બાળકોના માતા બનવાનો નિર્ણય પણ કઈ રીતે લેવાયો? તે અંગે પણ ખુલાસો છે. ખેર, હાલ તો જોવાનું એ જ રહે છે કે સૌથી મોંઘા અભિનેત્રી એંજેલિના જોલીની આત્મકથા છાપવાનો સૌભાગ્ય કોને મળે છે?

    English summary
    Actress Angelina Jolie is ready with her autobiography and is now finalising on the publisher. Her book deal will reportedly be over 30 million pounds.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more