ભારતમાં Avatar 2નું ધમાકેદાર પ્રદર્શન, પહેલે દિવસે જ 40 કરોડને પાર
અવતાર 2 થિયેટરોમાં આવતાની સાથે જ છવાઈ ગઈ છે. જો કે તેમ છત્તા પણ કમાણીમાં એવેન્જર્સ:એન્ડગેમનો રેકોર્ડ નહીં તોડી શકે.
જેમ્સ કેમેરોનની બહુચર્ચિત ફિલ્મ અવતાર 2 સિનેમાધરોમાં આવી ગઈ છે. હાલ ફિલ્મને લઈને સતત ચર્ચા જોવા મળી રહી છે ત્યારે અવતર 2એ પહેલે દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પહેલે દિવસે જ 40 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

રિપોર્ટ અનુસાર, અવતાર 2 એ પહેલા દિવસે ભારતમાં 43 કરોડથી વધુની કમાણી કરી છે અને હજુ વિકેન્ડમાં સારી કમાણી કરી શકે છે.
બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, સેમ વર્થિંગટન અને ઝો સલદાના સ્ટારર આ ફિલ્મ દક્ષિણ ભારતમાં ધમાકેદાર દેખાવ કરી રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે નિઝામ અને આંધ્ર સર્કિટમાં 10 કરોડનું કલેક્શન કર્યું છે. આ સિવાય તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં પણ બમ્પર કમાણી કરી રહી છે. સાઉથની સરખામણીએ હિન્દી પટ્ટામાં ફિલ્મ થોડી ધીમી ચાલી રહી છે. જો કે હજુ સત્તાવાર આંકડા સામે આવ્યા નથી. સત્તાવાર આંકડા ચૌકાવી શકે છે.
અવતાર 2 ભલે સારૂ પ્રદર્શન કરી રહી હોય તો પણ એવેન્જર્સ: એન્ડગેમનો રેકોર્ડ તોડી શકશે નહી. શરૂઆતના આંકડામાં ફિલ્મ પહેલા દિવસે 40 કરોડ આસપાસ બિઝનેસ કરશે. એવેન્જર્સ એન્ડગેમે પહેલા દિવસે જ ભારતમાં 53 કરોડની કમાણી કરી હતી.












Click it and Unblock the Notifications
