For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Avatar 2: અવતાર ધ વે ઑફ વૉટર રિલીઝ પહેલા જ ભારતમાં છવાઈ, એડવાંસ બુકિંગમાં કમાયા આટલા કરોડ

હૉલિવુડ ફિલ્મ અવતાર ધ વે ઑફ વૉટરે ભારતમાં 20 કરોડ રુપિયાથી વધુનુ એડવાંસ બુકિંગ મેળવી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

Avatar 2 Advance Booking: હિંદી સિનેમાના દર્શકો પર હાલમાં સાઉથ અને હૉલિવુડ ફિલ્મોનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ડાયરેક્ટર જેમ્સ કેમરુની સુપરહિટ ફિલ્મ અવતાર 2(Avtar The Way of Water) બૉક્સ ઑફિસ પર આજથી ધમાલ મચાવવા જઈ રહી છે. ઘણા શહેરોમાં અવતાર 2ની ટિકિટો 2500-3000 રુપિયામાં વેચાઈ છે. ફિલ્મે આખા દેશમાં એડવાન્સ બુકિંગમાં 20 કરોડ રુપિયાથી વધુની ટિકિટો વેચી દીધી છે.

ભારતમાં એડવાંસ બુકિંગમાં 20 કરોડ રુપિયાથી વધુની કમાણી

ભારતમાં એડવાંસ બુકિંગમાં 20 કરોડ રુપિયાથી વધુની કમાણી

તમને જણાવી દઈએ કે આ આંકડો આ વર્ષની ચાર ફિલ્મો - કેજીએફ ચેપ્ટર 2, આરઆરઆર, બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા અને ડૉક્ટર સ્ટ્રેંજ ઈન ધ મલ્ટીવર્સ ઑફ મેડનેસથી પણ વધુ છે. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મો ગુરુવાર રાત સુધી સમગ્ર ભારતમાં એડવાંસ બુકિંગમાં 20 કરોડ રુપિયાથી વધુની કમાણી કરી છે. આ આંકડો ભારતમાં આ વર્ષે પાંચ એડવાંસ બુકિંગ કલેક્શનમાંથી એક છે પરંતુ કેજીએફ ચેપ્ટર 2(80 કરોડ રુપિયા)થી ઘણો પાછળ છે. જેણે ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ એડવાંસ બુકિંગ નોંધાવી છે.

2500-3000 રુપિયામાં વેચાઈ ટિકિટો

2500-3000 રુપિયામાં વેચાઈ ટિકિટો

અવતાર 2 ફિલ્મને 3ડી અને આઈમેક્સ સ્ક્રીનમાં વ્યાપક રીતે રિલીઝ કરવામાં આવી છે. અમુક શહેરોમાં શો માટે ટિકિટોની કિંમત 2500-3000 રુપિયા જેટલી વધુ છે. આમાંથી ઘણા શો રવિવાર સુધી વેચાઈ ચૂક્યા છે. જેમ્સ કેમરુનની અવતાર 2 શુક્રવારે ભરાતીય બૉક્સ ઑફિસ પર 40-50 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે, જે કોઈ પણ હૉલિવુડ ફિલ્મ માટે એક જબરદસ્ત શરુઆત છે.

બ્લૉક બસ્ટર અવતારની સિક્વલ

બ્લૉક બસ્ટર અવતારની સિક્વલ

ધ વે ઑફ વૉટર એ 2009ની બ્લૉક બસ્ટર અવતારની સિક્વલ છે જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી(દુનિયાભરમાં લગભગ 3 બિલિયન ડૉલર) કરનારી ફિલ્મ છે. વર્ષ 2009માં રિલીઝ થયેલી એનિમેશન ફિલ્મ 'અવતાર' તે સમયે હિન્દી દર્શકોને ખૂબ ગમી હતી. 'અવતાર ધ વે ઑફ વૉટર'માં હવે 2009ના અવતારથી આગળની વાર્તા બતાવવામાં આવશે. લગભગ 13 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થઈ રહ્યો છે. ફિલ્મની સિક્વલને લઈને પણ દર્શકોમાં જબરદસ્ત ઉત્તેજના જોવા મળી રહી છે. હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે 'અવતાર 2' પાર્ટ 1નો રેકોર્ડ તોડે છે કે નહિ.

English summary
Avatar The Way of Water advance booking crosses ₹20 crore in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X