For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

11 વર્ષની ઉંમરમાં પૉર્ન જોવાની સિંગર પર થઈ આવી અસર, અશ્લીલ વીડિયો જોનારા થઈ જાવ સાવધાન

પૉર્ન જોવા પર કોઈની જિંદગી પર શું અસર થઈ શકે છે તેના જવાબમાં બૉલિવુડ સિંગર બિલી એલિશે પોતાનો અનુભવ શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ દુનિયાભરમાં મહિલાઓ સાથે વધતા ગુનાને જોતા ભારત સહિત ઘણા દેશોમાં પૉર્ન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે પ્રતિબંધ છતાં પણ ઈન્ટરનેટ પર સરળતાથી અશ્લીલ કન્ટેન્ટ મળી જાય છે. પૉર્ન યુવાનો પર ખરાબ અસર કરે છે, સેક્સ વિશે અધૂરી માહિતી વચ્ચે અશ્લીલ વીડિયો જોયા બાદ તે ગુનાનો રસ્તો પણ અપનાવી શકે છે. પૉર્ન જોવા પર કોઈની જિંદગી પર શું અસર થઈ શકે છે તેના જવાબમાં બૉલિવુડ સિંગર બિલી એલિશે પોતાનો અનુભવ શેર કર્યો છે.

11 વર્ષની ઉંમરથી જોઈ રહી છે પૉર્ન

11 વર્ષની ઉંમરથી જોઈ રહી છે પૉર્ન

અમેરિકી સિંગર અને સોંગ રાઈટર બિલી એલિશે હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેને પૉર્ન જોવાની ગંદી આદત હતી. તેણે 11 વર્ષની ઉંમરથી જ પૉર્ન જોવાનુ શરુ કરી દીધુ હતુ. તેની ખરાબ અસરને જણાવતા એલિશે ખુલાસો કર્યો કે પૉર્ન કોઈ પણના દિમાગને બરબાદ કરી શકે છે. તેનુ પોતાનુ માઈન્ડ એટલા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યુ હતુ કે તેને વિચિત્ર સપના આવવા લાગ્યા હતા.

અમેરિકી સિંગરે કર્યો મોટો ખુલાસો

અમેરિકી સિંગરે કર્યો મોટો ખુલાસો

ગ્રેમી અવૉર્ડ વિજેતા સિંગર બિલી એલિશના આ ખુલાસાએ તેના ફેન્સને પણ ચોંકાવી દીધા હતા. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર તેણે ગયા સોમવારે સીરિયસ એક્સએમ રેડિયો પર હૉવર્ડ સ્ટર્ન શોમાં આ ખુલાસો કર્યો. એલિશે કહ્યુ, 'મને લાગે છે કે પૉર્ન એક અપમાન છે. ઈમાનદારીથી કહુ તો હું બહુ જ પૉર્ન જોતી હતી. મે પૉર્ન જોવાનુ ત્યારથી શરુ કર્યુ જ્યારે હું 11 વર્ષની હતી.'

એલિશની જિંદગી પર પડી આ અસર

એલિશની જિંદગી પર પડી આ અસર

તેણે આગળ કહ્યુ, 'મને લાગે છે કે આને વાસ્તવમાં મારા મગજને નષ્ટ કરી દીધુ છે અને મને અવિશ્વસનીય રીતે એટલુ બરબાદ કરી દીધુ છે કે હું એટલુ બધુ પૉર્ન જોવા લાગી હતી, હિંસક કન્ટેન્ટ જોયાથી મને ખરાબ સપના આવવા લાગ્યા હતા.' બિલી એલિશ અનુસાર પૉર્ન સાથે સમસ્યા એ છે કે તે સેક્સ દરમિયાન સામાન્ય હોવાની ધારણાઓને બદલીને રાખી દે છે. તમે સામાન્ય સંભોગને પણ પૉર્નની દ્રષ્ટિઓ જોવા લાગો છો.

20 વર્ષની થવાની છે એલિશ

20 વર્ષની થવાની છે એલિશ

તેણે કહ્યુ, 'છેલ્લા અમુક સમયથી તમે જાણો છે, મે સેક્સ કર્યુ હતુ. હું એ વસ્તુઓને નહોતી કહી રહી હતી જે સારુ નહોતુ. આવુ એટલા માટે હતુ કારણકે મે વિચાર્યુ હતુ કે મારે આ જ આકર્ષિત કરવુ જોઈતુ હતુ.' તમને જણાવી દઈએ કે સિંગર આ સપ્તાહે 20 વર્ષની થવાની છે, જ્યારે તેની આ લત વિશે તેની માને ખબર પડી તો તે પણ ડરી ગઈ હતી. વળી, વિશેષજ્ઞોનુ માનવુ છે કે નાની ઉંમરમાં પૉર્નોગ્રાફીના સંપર્કમાં આવવુ હાનિકારક હોઈ શકે છે.

 વિશેષજ્ઞોએ આપી પૉર્ન જોનારાને ચેતવણી

વિશેષજ્ઞોએ આપી પૉર્ન જોનારાને ચેતવણી

યુનિસેફ અનુસાર, 'આ ખરાબ માનસિક સ્વાસ્થ્ય, લિંગવાદ અને યૌન હિંસા સહિત અન્ય નકારાત્મક પરિણામોને જન્મ આફી શકે છે.' તમને જણાવી દઈએ કે આટલી નાની ઉંમરમાં અમેરિકી સિંગર અને સોંગ રાઈટર બિલી એલિશે પોતાના નામે 7 ગ્રેમી અવૉર્ડ કર્યા છે. કેલિફૉર્નિયાના લૉસ એંજિલસમાં જન્મેલી એલિશે 2016માં પોતાના ગીત ઓશન આઈઝથી પ્રસિદ્ધિ મેળવી જે સાઉન્ડક્લાઉડ પર વાયરલ થઈ ગયુ હતુ.

English summary
Bad effect of watching porn at the age of 11 shared by American singer Billie Eilish.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X