અને વાકા-વાકા ગર્લ શકીરાએ પુત્રને આપ્યો જન્મ
હા જી. હૉટ-હૉટ વાકા-વાકા ગર્લ શકીરા હવે મમ્મી બની ગયાં છે. તે પણ લવિંગ પુત્રના. સિંગર શકીરાએ મંગળવારે બાર્સિલોના ખાતેની એક હૉસ્પિટલે એક પુત્રને જન્મ આપ્યો છે. શકીરાના પારિવારિક સભ્યોએ મોડી રાત્રે આ માહિતી મીડિયાને આપી. શકીરાએ મંગળવારે રાત્રે 9.36 વાગયે પુત્રને જન્મ આપ્યો. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. બંનેને ટુંકમાં જ હૉસ્પિટલમાંથી રજા આપી દેવાશે.

નોંધનીય છે કે હૉલીવુડના હૉટ વેબ શકીરાએ અગાઉથી જ કહી રાખ્યું છે કે તેમનો પુત્ર પોતાના મમ્મીની જેમ નહીં, પણ પોતાના પપ્પા સ્પેનિશ ફુટબૉલ ખેલાડી જેરાર્ડ પીકેની જેમ સ્પેનની ફુટબૉલ ક્લબ બાર્સિલોનાનો સભ્ય બનશે. આ અંગેની પુષ્ટિ પીકેએ પોતે પણ કરી હતી.
આપને જણાવી દઇએ કે હજી થોડાંક જ દિવસ અગાઉ શકીરાના પ્રેમી પીકેએ પોતાના ગર્ભસ્થ બાળકની તસવીર ઑનલાઇન પોસ્ટ કરી હતી કે જેની નીચે લખ્યુ હતું કે બહુ પ્યારુ છે મારૂં બાળક. શકીરા 25 વર્ષીય જેરાર્ડ પીકે સાથે રિલેશનશિપમાં છે અને મંગળવારે તેઓ જેરાર્ડના બાળકના માતા બન્યાં છે.
શકીરા છેલ્લા ઘણાં વખતથી જાહેરમાં દેખાતાં નથી. તેઓ પૂર્ણત્વે પોતાનું અને પોતાના બાળકનું ધ્યાન રાખતા હતાં અને તેમની મહેનત જાણે રંગ લાવી હોય તેમ શકીરાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો તથા માતૃત્વ સુખ પ્રાપ્ત કર્યું છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
