For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2022થી દીપિકા પાદુકોણનો પહેલો લુક વાયરલ, સ્માઈલ ઉડાવી દેશે હોશ

દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનો હિસ્સો બનવા પહોંચી ચૂકી છે જ્યાંથી તેનો ફર્સ્ટ લુક વાયરલ થયો છે.

|
Google Oneindia Gujarati News

દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનો હિસ્સો બનવા પહોંચી ચૂકી છે અને ફ્રાંસ પહોંચતા જ દીપિકા પાદુકણ પહેલી ઈવેન્ટ મોટા પણ શામેલ થઈ ચૂકી છે. દીપિકા પાદુકોણ, જ્યૂરી ડિનરનો હિસ્સો બની અને આ ડિનર માટે દીપિકાએ એક ખૂબ જ કેઝ્યુઅલ આઉટફીટ પહેર્યુ હતુ. દીપિકાના ફોટા સોશિયલ મીડિયા પર એક ફેન ક્લબે શેર કર્યા છે. જો કે, દીપિકાનો આખો લુક હાલમાં બહાર આવ્યો નથી પરંતુ આ ફોટામાં દીપિકાની સ્માઈલે ફેન્સનુ દિલ જીતી લીધુ. દીપિકા આ વર્ષે ફિલ્મ ફેસ્ટીવલની બેસ્ટ ફિલ્મની જ્યૂરીનો હિસ્સો છે. આ જ્યુરીમાં કુલ 9 લોકો છે જેેમાં 4 મહિલાઓ અને 5 પુરુષ છે.

ભારત કન્ટ્રી ઓફ ઓનરથી સન્માનિત

ભારત કન્ટ્રી ઓફ ઓનરથી સન્માનિત

એક તરફ દીપિકા પાદુકોણ કેન્સ જ્યુરીનો ભાગ છે ત્યાં બીજી તરફ ભારતને આ વર્ષે કન્ટ્રી ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યુ છે. જેના કારણે ભારતીય સ્ટાર્સની એક ટીમ આ ફેસ્ટિવલનો ભાગ બનવા માટે સરકાર તરફથી ગઈ છે. નયનતારા, પૂજા હેગડે અને તમન્ના ભાટિયા રેડ કાર્પેટ પર ભારતનુ પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે.

પહોંચતા જ વ્લોગિંગ શરુ

પહોંચતા જ વ્લોગિંગ શરુ

દીપિકા પાદુકોણે ફ્રાન્સ પહોંચતાની સાથે જ વ્લોગિંગ કરવાનુ શરૂ કરી દીધું હતું. તેણે કહ્યું કે તેની LAથી 11 કલાકની ફ્લાઈટ હતી અને આ ફ્લાઈટ ખૂબ જ આરામદાયક હતી કારણ કે દીપિકા પાદુકોણ આખા રસ્તે સૂતી હતી.

Louis Vuittonનો હિસ્સો

Louis Vuittonનો હિસ્સો

ગયા અઠવાડિયે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ લુઈસ વીટને દીપિકા પાદુકોણને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી હતી. દીપિકા પહેલી ભારતીય અભિનેત્રી છે જે આ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો ચહેરો બની છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પહેલા દીપિકા પાદુકોણ આ જ ઇવેન્ટનો ભાગ બનવા માટે કેલિફોર્નિયામાં હતી.

જમુ કે સૂવુ?

જમુ કે સૂવુ?

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે વાત કરતા દીપિકાએ તેના વ્લોગમાં જણાવ્યું કે તે ઘણી મૂંઝવણમાં છે કે ફ્રાન્સ પહોંચ્યા પછી તેણે પહેલા જમવુ જોઈએ કે પહેલા સૂવુ જોઈએ.

2010માં કર્યુ હતુ ડેબ્યુ

2010માં કર્યુ હતુ ડેબ્યુ

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણે 2010માં કાન્સમાં ડેબ્યૂ કર્યું હતુ. 2010માં દીપિકા પાદુકોણ રેડ કાર્પેટ પર સફેદ સાડીમાં શિવસ રીગલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દેખાઈ હતી. આ વર્ષે તેના લુકની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરવામાં આવી હતી. આ પછી વર્ષોથી દીપિકા કાન્સ રેડ કાર્પેટ પર અલગ-અલગ લુકમાં જોવા મળી હતી.

ક્યારેક દિલ જીત્યુ ક્યારેક ટ્રોલ થઈ

ક્યારેક દિલ જીત્યુ ક્યારેક ટ્રોલ થઈ

2010 પછી દીપિકા પાદુકોણ 2017માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સીધી 2017માં દેખાઈ. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન દીપિકા પાદુકોણે ક્યારેક ચાહકોનું દિલ જીત્યું તો ક્યારેક ટ્રોલ થઈ પરંતુ તે અને તેના પોશાક માટે હંમેશા સમાચારમાં રહે છે

ખૂબ જ પસંદ કરાયા અમુક લુક

ખૂબ જ પસંદ કરાયા અમુક લુક

દીપિકા પાદુકોણ 2017થી સતત આ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે. આ દરમિયાન તેના કેટલાક લુક્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. હવે જોવાનુ એ છે કે દીપિકા આ ​​વખતે ફેન્સનુ દિલ જીતી શકશે કે નહિ. માત્ર ફોટાની રાહ જોવી રહી.

English summary
Cannes 2022: Deepika Padukone attended the Cannes Jury dinner, smiling photo viral in social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X