કૅન્સમાં નાસભાગ : સેટ પર બ્લેન્ક ફાયરિંગ થયું

ફિલ્મ 'જાન્ગો અનચેઇન્ડ'માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો એકેડેમી એવોર્ડ મેળવનાર એક્ટર ક્રિસ્ટોફ વૉલ્ટ્ઝ અને એક્ટર ડેનિયલ ઓતેલનો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ સ્ટાર્ટર પિસ્તાલમાંથી બે શૉટ્સ ફાયરિંગ કર્યું હતું.
આયોજકોએ સત્તાવાર નિવેદનમાં અને ફ્રેન્ચ ટેલિવિઝન સ્ટોશનમાં જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનાર વ્યક્તિ પાસે એક હાથમાં નકલી ગ્રેનેડ પણ હતો. ફાયરિંગ ક્ષણ સમયના ફૂટેજ અને ફોટોગ્રાફ દર્શાવે છે કે સ્ટાર્સ અને તેમના સહાયકો પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરવા લાગ્યા હતા.
ત્યાર બાદ થોડા જ સમયમાં એન્કર કેનલ પ્લસ ફરીવાર ઓનએર આવ્યા હતા અને દર્શકોને જણાવ્યું હતું કે અમારી પાસે જે માહિતી આવી છે તે અનુસાર ફાયરિંગ બ્લેન્ક હતું અને ગ્રેનેડ પણ નકલી હતો. આ કારણે કોઇ ઇજા નોંધવામાં આવી નથી. જો કે ફાયરિંગ કરનાર કરનારી વ્યક્તિ કોણ હતી તે અંગે ફ્રેન્ચ સત્તાવાળાઓ કોઇ ભાળ મેળવી શક્યા નથી.












Click it and Unblock the Notifications
