Pics : કૅન્સનું રેડ કારપેટ બહાદુર બનાવે છે : ઇવા
લૉસ એંજલ્સ, 12 જૂન : કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ સમ્પન્ન થઈ ગયું છે અને તેમાં ભાગ લેનાર બૉલીવુડ તેમજ હૉલીવુડ સ્ટાર્સ પોતાના અનુભવો શૅર કરી રહ્યાં છે. ભારતમાંથી ઐશ્વર્યા રાય અને વિદ્યા બાલન તથા અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ કૅન્સમાં હાજર રહ્યા હતાં, તો હૉલીવુડમાંથી પણ અનેક કલાકારો હાજર રહ્યા હતાં.
હૉલીવુડ અભિનેત્રી ઈવા લોંગોરિયા પણ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતાં. તેઓ પોતાના અનુભવો શૅર કરતાં કહે છે કે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ અભિનય જગતની હસ્તીઓને રેડ કારપેટ ઉપર પોતાની જાતને પોતાની રીતે રજૂ કરવાની આઝાદી આપે છે.
આવો તસવીરો સાથે જાણીએ ઇવા લોંગોરિયા વધુમાં શું કહે છે?

પહેરવેશની આઝાદી
હૉલીવુડના 28 વર્ષીય અભિનેત્રી ઇવા લોંગોરિયા કહે છે કે દર વર્ષે મે માસમાં યોજાતાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં કલાકારો વગર કોઈ ખચકાટે પોતાની પસંદગીના કપડાં પહેરી શકે છે.

ટીકાથી બચાવ
ઇવાનું કહેવું છે કે હૉલીવુડના સામાન્ય સમારંભોની જેમ કૅન્સમાં આપે પહેરવેશ માટે ટીકાનો ભોગ નથી બનવો પડતો.

જોખમ તો લેવા જ જોઇએ
કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનનાર ઇવા લોંગોરિયા કહે છે કે ઝિંદગીમાં જોખમો તો લેવા જ જોઇએ.

ખુશ છે ઇવા
ઇવા લોંગોરિયા કૅન્સમાં પોતાના પ્રદર્શનથી ખુશ છે. તેઓ કહે છે કે હૉલીવુડમાં કપડાંના રંગ-ડિઝાઇન અંગે ટીકાઓ થઈ શકે, પણ કૅન્સમાં આઝાદી છે.












Click it and Unblock the Notifications
