માઇલી સાયરસ પ્રભાવશાળી હસ્તી નથી : સર્વે
લૉસ એંજલ્સ, 26 નવેમ્બર : હૉલીવુડ ગાયિકા માઇલી સાયરસ અને ભૂતપૂર્વ બાસ્કેટબૉલ ખેલાડી ડેનિસ રોડમૅન વર્ષ 2013ની સૌથી ઓછી પ્રભાવશાળી હસ્તીઓ તરીકે નૉમિનેટ કરાયાં છે. જીક્યૂ મૅગેઝીન દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં આ બંને પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં સૌથી નીચે રહ્યાં છે.

દરમિયાન ગાયિકા માઇલી સારયસ આ યાદીમાં છઠા સ્થાને છે. થોડાક સમય અગાઉ એક સમારંભમાં ઉત્તેજક તેમજ ભડકાઉ પરફૉર્મન્સ આપવા બદલ સાયરસ વિવાદોમાં સપડાયા હતાં. સૌથી ઓછા પ્રભાવશાળી લોકોની યાદીમાં અભિનેતા વિલ સ્મિથ તથા તેમનો પરિવાર, ગાયક જસ્ટિન બીબર અને અભિનેતા રેયાન રેનૉલ્ડ્સનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
