• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 વર્ષની ઉંમરે થયો હતો બળાત્કાર, પછી બની દુનિયાની સૌથી મોંઘી હિરોઈન

|

ફિલ્મી દુનિયાની ચકાચૌંધમાં ચમકતા સિતારા પોતાના દિલમાં ઘણા દર્દ છુપાવતા હોય છે. પૈસા અને ઓળખાણ તો હોય છે પરંતુ શાંતિ નથી મળતી. હોલીવુડની જાણીતી અભિનેત્રી ડેમી મૂરે પોતાના પુસ્તક ઈનસાઈડ આઉટમાં ખુલાસો કર્યો છે કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે જ તે દુષ્કર્મનો શિકાર બની હતી. આ પુસ્તકમાં તેણે પોતાના લગ્ન, ડિવોર્સ, એબોર્શન ડ્રગની આદત સહીતની મુશ્કેલીઓ વિશે ખુલીને લખ્યું છે. ટૂંક સમયમાં જ આ પુસ્તક માર્કેટમાં આવશે. ડેમી મૂર ભારત માટે અજાણ્યુ નામ નથી. ગત વર્ષે આવેલી ફિલ્મ 'લવ સોનિયા'માં તેમણે સેલ્માનું પાત્ર ભજવ્યું હતું. હ્યુમન ટ્રાફિકિંગ અને વેશ્યાવૃત્તિના કડવા સત્ને બતાવતી આ ફિલ્મમાં મનોજ બાજપાઈ વિલનના રોલમાં હતા. ડેમી મૂરે આ ફિલ્મમાં મનોજ બાજપાઈના ખૂબ વખાણ કર્યા હતા.

ડેમી મૂરનું દુઃખી જીવન

ડેમી મૂરનું દુઃખી જીવન

ડેમી મૂર હાલ 56 વર્ષની છે. 1990ના દાયકામાં તે હોલીવુડની સૌથી મોંઘી એક્ટ્રેસ હતી. તે સમયે 10 મિલિયન ડૉલરની ફી લેનાર ડેમી પહેલી એક્ટ્રેસ હતી. ત્યારે તેમને અભિનેતાઓ કરતા પણ વધુ પૈસા મળતા હતા. પોતાના પુસ્તક ઈનસાઈડ આઉટમાં ડેમીએ ખુલાસો કર્યો છે કે તે 15 વર્ષની હતી, ત્યારે જ તેનો રૅપ થયો હતો. તે સમયે તેમનું નામ ડેમેત્રિયા ગુઈનસ હતું. તેમણે પોતાની કિશોરાવસ્થાના દુઃખી દિવસોને યાદ કર્યા. તેમનું બાળપણ દુખી અને અસ્થિર હતું. ડેમીનો જન્મ અમેરિકાના રોસવેલ શહેરમાં થયો છે.

15 વર્ષની ઉંમરમાં રૅપ

15 વર્ષની ઉંમરમાં રૅપ

તેમના પિતા ચાર્લ્સ હરમમને લગ્નના 2 મહિના બાદ જ તેમની માતા વર્જિનિયા કિંગને છોડી દીધી હતી. તે સમયે વર્જિનિયા કિંગ પ્રેગ્નેન્ટ હતી. ડેમીના જન્મ પહેલા તેમની માતાએ ડૈની ગુઈનસ નામના વ્યક્તિ સાથે બીજા લ્ગન કરી લીધા. જ્યારે ડેમીનો જન્મ થયો તો સાવકા પિતાની ગુઈનસ અટક મળી. ડેની એક જગ્યાએ ટકીને નોકરી કરનાર વ્યક્તિ નહોતા. નોકરી માટે તેમણે લગભગ 40 જગ્યા બદલી હતી. ડેમીના માતા પિતા નશાખોર હતા. તે વારંવાર મારા મારી અને ઝઘડા કરતા હતા. આ જોઈને ડેમી ડરેલી ડરેલી રહેતી હતી. 1976માં તેમનો પરિવાર લોસ એન્જલસ આવી ગયો. ઘરના કર્કશ વાતાવરણમાં ડેમીએ હાઈસ્કૂલનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે તે 15 વર્ષની હતી, ત્યારે જ તે બળાત્કારનો શિકાર કર્યો. સ્કૂલમાં તેમની એક મિત્ર હોલીવુડની ફિલ્મોમાં નાના મોટા રોલ કરતી હતી. તેમણે હાઈટ ધરાવતા ડેનીને પણ ટ્રાય કરવા કહ્યું. 1982-83માં ટેલિવિઝન શૉ જનરલ હોસ્પિટલથી ડેમી ફેમસ થયા.

42 વર્ષની ઉંમરે ગર્ભપાત

42 વર્ષની ઉંમરે ગર્ભપાત

ડેમી મૂરની મૂર સરનેમ તેમના પહેલા પતિ ફ્રેડી મૂર પાસેથી મળી છે. ડેમીએ 17 વર્ષની ઉંમરે પહેલા લગ્ન કર્યા હતા. છ વર્ષ બાદ તેમણે પતિ ફ્રેડી મૂરથી ડિવોર્સ લીધા. પછી હોલીવુડના ફેમસ એક્ટર બ્રૂસ વિલિસ સાથે 1987માં બીજા લગ્ન કર્યા. આ લગ્નથી તેમને ત્રણ પુત્રીનો જન્મ થયો. પણ આ લગ્ન ય 1998માં તૂટી ગયા. બાદમાં ડેમીએ 2003માં પોતાનાથી 15 વર્ષ નાના એક્ટર એશ્ટન કચર સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહી. 2004માં ડેમી મૂર પ્રેગ્નનેન્ટ હતી. તેમણે લગ્ન વિના જ બાળકને જન્મ આપવાનું વિચાર્યું. તેમણે પુત્રીનું નામ પણ ચેપલિન રે નાખવાનું વિચાર્યું હતું. પરંતુ જ્યારે તે છ મહિનાની પ્રેગ્નેન્ટ હતી, ત્યારે જ ગર્ભપાત થઈ ગયો. તે એટલી ડિપ્રેસ થઈ ગઈ કે દારૂ અને ડ્રગ્સનો નશો કરવા લાગી. ગમ ભૂલાવવા માટે તેણે એટલો નશો કર્યો કે તબિયત લથડી ગઈ. તેને રિહેબિલિટેશન સેન્ટરમાં ભરતી કરાવવી પડી. બાદમાં તેમણે મેડિકલ ટ્રીટમેન્ટથી માતા બનવાનો પ્રયાસ કર્યો, પણ સફળ ન થયા.

પતિની બેવફાઈ બાદ ડિવોર્સ

પતિની બેવફાઈ બાદ ડિવોર્સ

ડેમી મૂરના ત્રીજા લ્ગન પણ તૂટ્યા. ગર્ભપાત બાદ એશ્ટન કચરે તેની સાથે 2005માં લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં મૂરને ખ્યાલ આવ્યો કે એશ્ટને સંબંધનો ભરોસો તોડ્યો છે. એશ્ટન તેમના કરતા 15 વર્ષ નાના હતા. મૂરે આ પુસ્તકમાં લખ્યું કે એશ્ટન પર ભરોસો નહોતો એટલે 2011માં તેમણે ડિવોર્સ લીધા. ડેમી મૂરના કહેવા પ્રમાણે તેમના બીજા પતિ બ્રૂસ વિલિસને લગ્ન બાદ તે ફિલ્મો કરે તે પસંદ નહોતું. બ્રૂસ ઈચ્છતા હતા કે તે ઘરમાં જ રહે અને ત્રણેય બાળકીઓનો ઉછેર કરે. જ્યારે મૂર ડ્રગ્સની લત છોડવવવા માટે રિહેબિલિટેશન સેન્ટરમાં હતી ત્યારે તેમની બે પુત્રીઓએ તેમનું ધ્યાન રાખ્યું.

વિવાદાસ્પદ રહી છે ડેમી મૂર

વિવાદાસ્પદ રહી છે ડેમી મૂર

ડેમી મૂરે ઘોસ્ટ, ઈનડિસન્ટ પ્રપોઝલ, ડિસ્કલોઝર જેવી ફિલ્મોમાં બોલ્ડ એક્ટિંગથી ચર્ચા જગાવી હતી. 1991માં વેનિટી ફેર મેગેઝિનના કવર પેજ પર તેમનો ન્યૂજ ફોટો છપાયા બાદ હોબાળો મચ્યો હતો. આ ફોટો ત્યારે લેવાયો હતો જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી. અને બ્રૂસ વિલિસ જેવા સ્ટારની પત્ની હતી. તેમણે મર્યાદા અને સામાજિક મૂલ્યોની ક્યારેય પરવા નથી કરી. એક વર્ષ બાદ 1992માં વેનિટિ ફેર મેગેઝિને ફરી મૂરની બોડી પેઈન્ટ વાળી ન્યૂડ તસવીર છાપીને લોકોને ચોંકાવી દીધા. હવે ડેમી મૂરે પોતાના જીવનના ખાઠા મીઠા અનુભવોને એક પુસ્તક દ્વારા લોકો સામે મૂક્યા છે. આ સનસનીખેજ ખુલાસા જોતા લાગે છે કે બુક બેસ્ટ સેલરોમાં સામેલ થશે.

આ એક્ટ્રેસનો ખુલાસો, કોલેજમાં ડ્રગ્સ આપી શારીરિક શોષણ કર્યું અને પછી...

English summary
demi moore in her book reveals about marriage and rape
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X