ગાયન ક્ષેત્રે પરત ફરશે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ડેનિસ
સાન જુઆન, 16 મે : પ્યુર્ટો રિકોના ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ડેનિસ ક્વીનોન્સ 30-31મી મેએ એક સંગીત કાર્યક્રમ દ્વારા ગાયન ક્ષેત્રે પરત ફરશે.

મળતી માહિતી મુજબ 32 વર્ષીય ડેનિસ સાન જુઆન ખાતે આવેલ લુઇસ એ ફેર્રે ફાઇન આર્ટ્સ સેંટરમાં એસ્ટૉય એક્વી સંગીત કાર્યક્રમનું આયોજન કરશે. કાર્યક્રમ દરમિયાન ડેનિસ ક્વીનોન્સ પોતાના નો સૉય સિન ટી, રૅબો ડી નૂબે જેવા ગીતો રજૂ કરશે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે ગિટારિસ્ટ લુઇસ રૉડરિગ્ઝ સાથે અનેક ગીતો ગાયાં અને જણાવ્યું કે તેઓ ગાયનમાં કમબૅકના સમાચારો અંગે લોકોના પ્રત્યાઘાત જાણવા ખૂબ જ ઉત્સાહિત છે.
નોંધનીય છે કે 2001માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર ડેનિસ ક્વીનોન્સે 2012માં ગાયન કૅરિયરની શરુઆત કરી હતી.












Click it and Unblock the Notifications
