‘ફિટ રહેવા માટે અઠવાડિયામાં એક ઉપવાસ જરૂરી’

મુંબઈ, 7 નવેમ્બર : આજની ભાગતી-દોડતી જિંદગીમાં લોકોને પોતાના માટે સમય જ નથી મળતો. એવામાં લોકો નથી કસરત કરી શકતાં કે નથી બરાબર ખાઈ-પી શકતાં. તેથી પોતાની જાતને સ્વસ્થ રાખવી ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે, પરંતુ સુપર મૉડેલ નાઓમી કૅમ્પબેલ કહે છે કે જો ફિટ રહેવું હોય, તો માણસે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ ઉપવાસ રાખવો જોઇએ. આનાથી માણસનો આયુષ્ય વધે છે અને સાથે જ ફિટ પણ રહેવાય છે.

naomicampbell
ફીમેલફર્સ્ટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ 43 વર્ષીય નાઓમી ભાર આપીને કહે છે કે દરેકે નિયમિત રીતે પોતાના શરીરની સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું જોઇએ. તેમણે જણાવ્યું - મને લાગે છે કે દરેકે અઠવાડિયમાં ઓછામાં ઓછા એક દિવસ ઉપવાસ રાખવો જોઇએ. આપણે ઘણી બધી જુદા-જુદા પ્રકારની વસ્તુઓ ખાતા હોઇએ છીએ. મને લાગે છે કે આપણી અન્નનળીને સ્વચ્છ રાખવી જરૂરી અને સારી બાબત છે. તેનાથી આપ દીર્ઘાયુ થઈ શકો છો.

નાઓમીએ પેરિસમાં એક ફૅશન વીકમાં ભાગ લેતા પહેલા પોતાના ખાન-પાન ઉપર ખાસ ધ્યાન આપ્યું. તેમણે માત્ર ફળોના રસ તેમજ શાકભાજીનો જ પોતાના ભોજનમાં સમાવેશ કર્યો. નાઓમી મૉડેલિંગની દુનિયાનું જાણીતું નામ છે. લોકો તેમના મધુર સ્મિત તેમજ સૌંદર્યના ફૅન્સ છે. તેથી નાઓમીની સલાહ લોકો ધ્યાનથી સાંભળે છે. જોઇએ આ વખતે નાઓમીની એડવાઇસને કેટલા લોકો પાળે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X