Pics : કોણે ઉડાડી છે હૉલીવુડ હસીના એંજેલિનાની રાતોની ઊંઘ?
હૉલીવુડની સેક્સી હસીનાઓમાંના એક એંજેલિના જોલીની રાતોની ઊંઘ આજકાલ ઉડી ગઈ છે. નહીં, નહીં... આપની પ્રિય અભિનેત્રી જોલીને કંઈ જ નથી થયું. તેઓ સમ્પૂર્ણપણે સાજા-માજા છે. હકીકતમાં 6-6 બાળકોના માતા એંજેલિના જોલીની ઊં ઉડાડી છે તેમના જ બાળકોએ. એંજેલિના જોલીને રાત-દિવસ પોતાના સંતાનોની સલામતીની ચિંતા સતાવે છે. તેથી જ તેઓ રાત્રે સારી રીતે ઊંઘી પણ નથી શકતાં.
કૉંટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ એંજેલિના જોલી આજકાલ ખૂબ જ પરેશાન છે. હૉલીવુડના સેક્સી હસીનાઓમાં સામેલ એંજેલિનાની પરેશાનીનું કારણ તેમના છ સંતાનો છે. હૉલીવુડ અભિનેતા બ્રૅડ પિટથી એંજેલિનાએ છ બાળકોને જન્મ આપ્યો છે અને હાલમાં આ જ બાળકોને લઈને તેમની ઊંઘ ઉડી ગઈ છે.
ચાલો તસવીરો સાથે જણાવીએ કે કેમ એંજેલિના જોલીની ઊંઘ ઉડી છે ?

છ સંતાનોના માતા
એંજેલિના જોલી અને બ્રૅડ પિટને છ સંતાનો છે. તેમાં મેડૉક્સ (12), પૅક્સ (9), જાહરા (8), શિલોહ (7), નૉક્સ (5) અને વિવિએન (5)નો સમાવેશ થાય છે.

અમંગળની આશંકા
એંજેલિનાએ જણાવ્યું - મારા ખ્યાલથી હું દરેક માતાની જેમ એ બાબતથી ડરુ છું કે તેમની સાથે કંઇક થઈ જશે.

ઉંઘી ન શકી
એંજેલિનાએ કહ્યું - અમે એક નવી હોટેલના રૂમમાં છીએ અને હું સુઈ ન શકી, કારણ કે મને ચિંતા હતી કે સીડી સાથેની રૅલિંગ બહુ નાની છે.

આઘાતથી ભય
એંજેલિના કહે છે - મારી રાતો મારા બાળકોની સલામતીની ચિંતામાં પસાર થાય છે, કારણ કે હું તેમને ગુમાવવાનો આઘાત સહન નથી કરી શકતી.

બહુ ચાહે છે
એંજેલિના જોલી દરેક માતાની જેમ પોતાના બાળકોને ખૂબ ચાહે છે.

તેથી જ ભયભીત
તેમણે જણાવ્યું - સ્વાભાવિક છે કે હું જેમને પ્રેમ કરુ છું, તેમની સાથે કંઇ પણ અજુગતુ થવાનો સૌથી મોટો ભય મને છે.

પ્રેમ લાયક કરવા બ્રૅડ
એંજેલિનાએ તાજેતરમાં જણાવ્યુ હતું કે તેમણે ક્યારેય નહોતુ વિચાર્યું કે તેઓ એક એવા શખ્સને શોધી શકશે કે જેને તેઓ પ્રેમ કરશે અને પરિવાર આગળ વધારશે, કારણ કે તેઓ આને માત્ર કલ્પના માનતા હતાં.

બાળકો અંગે કલ્પના નહોતી
એંજેલિનાએ જણાવ્યું - મેં ક્યારેય નહોતુ વિચાર્યું કે મારા બાળકો હશે. મેં ક્યારેય નહોતુ વિચાર્યું કે મને પ્રેમ થશે અને મેં ક્યારેય નહોતુ વિચાર્યું કે મને મારો હમસફર મળશે.

બ્રૅડ પિટ સાથે ખુશ
એંજેલિના જોલી પોતાના પ્રેમી બ્રૅડ પિટ સાથે બહુ ખુશ છે.

બાળકો લગ્ન કરાવવા માંગે છે
એંજેલિના કહે છે કે તેમના બાળકો બ્રૅડ પિટ સાથે તેમના લગ્ન વહેલામાં વહેલી તકે કરાવવા માંગે છે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
