આ ભારતીયોએ બનાવ્યા અમેરિકનોને પોતાના દિવાના

આપણાં ભારતીયોની ખાસિયત છે જ્યાં જાય ત્યાં પોતાની ઓળખ બનાવે અને આવી જ કંઇક આગવી ઓળખ બનાવી છે આ સેલેબ્રિટીએ જેમની આજે અમે વાત કરવાના છીએ.

આ સેલેબ્રિટી ભારતીય મૂળના છે પણ અમેરિકાની ટીવી સિરિયલમાં તેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. અને આ નામાવલિમાં સૌથી મોટું છોગું લગાવ્યું છે પ્રિયંકા ચોપરાએ.

પ્રિયંકા હાલ જ અમેરિકાની જાણીતી ટીવી સિરિયલ "ક્વાન્ટિકો"માં દેખાવાની છે. તો ચલો અમે તમને જણાવીએ કે આ પહેલા કોણ કોણે, અમેરિકન ટીવી સીરીઝમાં પોતાની અદાકારીથી અમેરિકનોને દિવાના બનાવ્યા છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

જાણીતી બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં જ એબીસીની ટીવી થ્રીલર સીરીઝ ક્વાંટિકોમાં મહત્વનું પાત્ર ભજવાની છે.

મિન્ડી કલીંગ

મિન્ડી કલીંગ

મિન્ડીના પિતા તમિલ છે અને માતા બંગાળી. મિન્ડીએ "ધ ઓફિસ" જેવા અનેક જાણીતી સિરિયલોમાં કામ કર્યું છે. અને હવે તે પોતાની સિટકોમ કોમેડી "ધ મિન્ડી પ્રોજેક્ટ"માં ધૂમ મચાવે છે.

નીમ્રત કૉર

નીમ્રત કૉર

બોલિવુડની આ જાણીતી હિરોઇન હાલ "હોમલેન્ડ" નામની થ્રીલર સીરીઝમાં તસનીમ ખુરેશીનું પાત્ર ભજવી રહી છે.

કલ પેન

કલ પેન

કલ પેનનો જન્મ ન્યૂઝર્સીમાં એક ભારતીય કપલને ત્યાં થયો હતો. તેમણે અનેક જાણીતી ફિલ્મ અને "હાઉ આઇ મીટ યોર મધર" જેવી સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે.

આર્ચી પંજાબી

આર્ચી પંજાબી

બેન્ડ ઇટ લાઇક બેકહેમ ફેમ આર્ચી "ધ ગુડ વાઇફ" નામની અમેરિકન પોલિટિકલ ટીવી સીરીઝમાં હાલ લીડ એકટ્રેસ છે

ઇન્દીરા વર્મા

ઇન્દીરા વર્મા

ઇંગ્લેન્ડમાં જન્મેલી ઇન્દીરાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ "ધ ગેમ ઓફ થ્રોન"માં ઇલ્લારીઆ સેન્ડના પાત્રએ તેમને ભારે સફળતા અપાની. અને હાલ તે અમેરિકાની ટીવી સિરિયલોમાં પણ પ્રસિદ્ઘ છે.

પરમિંદર કૌર નાગ્રા

પરમિંદર કૌર નાગ્રા

બેન્ડ ઇટ લાઇક બેકહેમ ફેમ પરમિંદર "ER" નામની સિરિયલમાં ડૉક્ટર નીલાનું પાત્ર ભજવી રહી છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

દેવ પટેલ

દેવ પટેલ

સ્લમડૉગ મિલેનિયર ફેમ દેવ "સ્કીન" જેવા ટીવી શોમાં દેખાઇ ચૂક્યા છે.

સેન્ધિલ રામામુર્તિ

સેન્ધિલ રામામુર્તિ

"બ્યૂટી એન્ડ બિસ્ટ" સિરિયલમાં સેન્ધિલે ગાબે લોવનનું પાત્ર ભજવ્યું હતું.

કુનાલ નાયર

કુનાલ નાયર

"ધ બીગ બેંગ થીયરી"માં રાજેશ કૌથરાપલ્લીનું પાત્ર કુનાલ ભજવી રહ્યા છે. જે માટે લોકો તેમની ભારે સરાહના કરી રહ્યા છે.

અનિલ કપૂર

અનિલ કપૂર

આપણા જાણીતા બોલિવૂડ સ્ટાર અમેરિકન ટીવી સિરિઝ "24"માં મહત્વનું પાત્ર ભજવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X