For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મગજથી નહીં, હૃદયથી વિચારે છે : એશ્ટન કચર

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 27 ઑગસ્ટ : તાજેતરમાં જ રિલીઝ થયેલી જૉબ્સનો કેટલોક ભાગ ભારતમાં શૂટ કરનાર અભિનેતા એશ્ટન કચરનું માનવું છે કે ભારતના લોકો પોતાના મગજથી નહીં, પણ હૃદયથી વિચારે છે.

ashtonkutcher

એશ્ટને ગત વર્ષે જૂની દિલ્હી તેમજ જામા મસ્જિદના વિસ્તારોમાં જૉબ્સ ફિલ્મનું શૂટિંગ કર્યુ હતું. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં ભારતીય સંસ્કૃતિને બતાવવી મહત્વની બાબત હતી. એક નિવેદનમાં એશ્ટન કચરે જણાવ્યું - અમે લોકોની રહેણી-કરણી જોઇએ છીએ અને એવું અનુભવવા લાગીએ છીએ કે લોકો પોતાના સહજ જ્ઞાનના આધારે રહી રહ્યાં છે. તેઓ તે પ્રકારના લોકો છે કે જેઓ મગજ કરતાં હૃદયથી વધુ વિચારે છે અને મને લાગે છે કે ફિલ્મમાં તેનો સમાવેશ કરવું મહત્વનુ હતું અને તે બહુ સારૂં પણ હતું.

હૉલીવુડ અભિનેતા એશ્ટન કચરે જણાવ્યું - અમે દરેક જગ્યાએ ગયાં. અમે જૂની દિલ્હી ગયાં અને શૂટિંગ માટે કેટલાંક સ્થળોનો પ્રવાસ કર્યો. તેથી આ બહુ જ સારૂ હતું. એશ્ટને એપ્પલના સહ-સંસ્થાપક સ્ટીવ જૉબ્સના જીવન પર આધારિત જૉબ્સ ફિલ્મમાં જૉબ્સનો રોલ કર્યો છે. જૉબ્સ ફિલ્મ 23મી ઑગસ્ટે રિલીઝ થઈ ચુકી છે.

English summary
Hollywood actor Ashton Kutcher, who shot parts of his latest movie "JOBS" in India, believes the country's people think from their hearts over their minds. This, he says, made his experience of shooting in India worthwhile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X