જેનિફર લોપેઝને હૉલીવુડ વૉક ઑફ ફેમ સન્માન
લૉસ એંજલ્સ, 22 જૂન : હૉલીવુડ અભિનેત્રી અને ગાયિકા જેનિફર લોપેઝને સંગીત ક્ષેત્રે તેમના યોગદાન બદલ હૉલીવુડ વૉક ઑફ ફેમથી સન્માનિત કરાયાં છે.

સમાચાર એજંસી ઈએફઈના જણાવ્યા મુજબ લોપેઝે ગુરુવારે યોજાયેલ સન્માન સમારંભમમાં હાજર પત્રકારો અને ફૅન્સને માહિતી આપી - બ્રાંક્સ (ન્યુયૉર્ક સિટી)થી શરૂ થઈ હૉલીવુડ બોલીવર્ડ સુધી પહોંચતા દરમિયાન મારી સફરમાં મારા પરિવાર, મિત્રો તેમજ ફૅન્સનો પ્રેમ અને સહકાર રહ્યો છે.
તેમણે જણાવ્યું - આ પ્રસંગ મારા માટે ખૂબ જ ખાસ છે. આનાથી મને ભવિષ્યમાં વધુ મહેનત કરવાની અને મોટા સપના જોવાની પ્રેરણા મળશે. મને આશા છે કે હું જે અનુભવી રહી છું, તે આપ પણ અનુભવતાં હશો. આ બધુ મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.
લગભગ 600 ફૅન્સની ઉપસ્થિતિમાં સન્માન ગ્રહણ કરવા મંચ ઉપર પહોંચેલા જેનિફર લોપેઝે ફૅન્સ પ્રત્યે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો.












Click it and Unblock the Notifications
