વહેલામાં વહેલી તકે માતા બનવા માંગે છે જેસી
લૉસ એંજલ્સ, 2 ઑગસ્ટ : ગાયિકા અને ગીતકાર જેસી જેએ જણાવ્યું છે કે તેઓ વહેલામાં વહેલી તકે બાળકો ઇચ્છે છે.

ફીમેલફર્સ્ટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ 25 વર્ષીય જેસીએ પોતાના પારિવારિક જીવન અંગે વિચારવાનું શરૂ કરી દીધું છે. મેરી ક્લેયર પત્રિકા સાથે વાતચીતમાં જેસીએ જણાવ્યું - જ્યારે હું 25 વર્ષની થઈ, મારામાં કંઇક બદલાયું. મેં મારા ભવિષ્યમાં બાળકોને સો ટકા જોયાં છે. હું પોતાના બાળકો ઇચ્છુ છું. મેં સાચે જ એમ વિચારવું શરૂ કરી દીધું છે કે હું તેમના માટે શું છોડી રહી છું.
જેસી જે કહે છે - મને લગ્ન કરવું અને માતા બનવું ગમશે. મેં મારા માતા-પિતાને જોયાં અને જાણ્યું કે હું કેટલી ભાગ્યશાળી છું કે 33 વર્ષ બાદ આજે પણ તેઓ એક-બીજાને પ્રેમ કરે છે.












Click it and Unblock the Notifications
