સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિમસૂટ સુપરમૉડેલ કેટ અપ્ટૉન પીપલ મૅગેઝીન તરફથી સેક્સિએસ્ટ વુમૅન ઍલાઇવ તરીકે સન્માનિત કરવામાં આવ્યાં છે. લૉસ એંજલ્સ ખાતે યોજાયેલ ફંક્શનમાં કેટને આ સન્માન આપવામાં આવ્યું.
22 વર્ષીય મૉડેલ કેટ અપ્ટૉન સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિમસૂટ ઇસ્યૂમાં કવર પેજ પર ફીચર્ડ થયા હતાં. બ્રેવરી હિલ્ટન ખાતે યોજાયેલ સમારંભમાં ગ્રે'સ એનાટૉમી સ્ટાર એરિક ડેનના હસ્તે કેટ અપ્ટૉને સેક્સિએસ્ટ વુમૅન ઍલાઇવ ઍવૉર્ડ હાસલ કર્યો.
ઍવૉર્ડ સ્વીકાર કરતાં કેટે જણાવ્યું કે મારા માટે આ સાચે જ સન્માનની બાબત છે, કારણ કે મારા મુજબ સેક્સી હોવાનો મતલબ કૉન્ફિડેંટ અને હૅપ્પી હોવો છે. ઍવૉર્ડ આપનાર ડેને કેટને આ ઍવૉર્ડ માટે પસંદ કરવા અંગેનું કારણ જણાવતા કહ્યું કે ઘણા કારણો છે કે જે કેટ અપ્ટૉનને સેક્સી બનાવે છે. સ્ટાઇલ, કૅરિયર, ઍચીવમેંટ્સ, સેન્સ ઑફ હ્યૂમર, પર્સનાલિટી, ઓહ અને તેમના લુક્સ.
નોંધનીય છે કે કેટ અપ્ટૉન આ વર્ષે ધ અધર વુમૅન ફિલ્મમાં કૅમરન ડિયાઝ તથા લેસ્લી મૅન્ન સાથે દેખાયા હતાં. ગત મહીને પીપલ મૅગેઝીને ક્રિસ હેમ્સવર્થને સેક્સિએસ્ટ મૅન ઍલાઇવ ઍવૉર્ડ આપ્યો હતો. દરમિયાન સ્પેનિશ બ્યુટી પેનેલોજ ક્રૂઝને એસ્ક્વાયર મૅગેઝીને સેક્સિએસ્ટ વુમૅન ઍલાઇવ તરીકે સન્માનિત કરી હતી.
આ પ્રસંગે કાર્લી ક્લૉસે મૉડેલ ઑફ ધ ઈયર, કેટ હડસને સેલિબ્રિટી રોલ મૉડેલ ઑફ ધ ઈયર, જિમી ફૅલૉને ટૉક શો હોસ્ટ ઑફ ધ ઈયર તથા ગ્વેન સ્ટિફનીએ સ્ટાઇલ આઇકૉન ઑફ ધ ઈયર ઍવૉર્ડ હાસલ કર્યો હતો.
Sports Illustrated Swimsuit supermodel, Kate Upton has been crowned the 2014 Sexiest Woman Alive by People magazine. Chris Hemsworth won Sexiest Man Alive.