Pics : ઑસ્ટ્રેલિયાનું પાટનગર કાર્નેબેરા : કૅટીએ પેટ પકડીને હસાવ્યા!

લૉસ એંજલ્સ, 6 માર્ચ : પૉપ સ્ટાર કૅટી પેરીએ એક ઑસ્ટ્રેલિયન ટેલીવિઝન શોમાં ન્યુઝ એંકર તરીકેની ભૂમિકા ભજવી. ન્યુઝ એંકરની ભૂમિકા દરમિયાન કૅટીએ લોકોનું ભરપૂર મનોરંજન કર્યું. એટલું જ નહીં, જ્યારે કૅટી પેરીએ અમુક શહેરોના નામના ઉચ્ચારણમાં ગફલત કરી, તો લોકો પેટ પકડીને હસ્યાં.

મળતી માહિતી મુજબ કૅટી પેરીએ તાજેતરમાં જ એક ઑસ્ટ્રેલિયન ટેલીવિઝન શોમાં ન્યુઝ એંકર તરીકે ભાગ લીધો. આ દરમિયાન કૅટીએ વેધર ન્યુઝ એટલે કે મોસમ સમાચાર વાંચ્યાં. 29 વર્ષીય કૅટીને ચૅનલ 7ના શો સનરાઇઝમાં ભાગ લેવા દરમિયાન વેધર ફોરકાસ્ટ વાંચવા જણાવવામાં આવ્યું. પછી શું થયું?

ચાલો તસવીરો સાથે બતાવીએ :

ટેલીવિઝન શોમાં કૅટી

ટેલીવિઝન શોમાં કૅટી

કૅટી પેરીએ તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયન ટેલીવિઝન ચૅનલ 7ના શો સનરાઇઝમાં ન્યુઝ એંકર તરીકે ભાગ લીધો. તેમને મોસમની આગાહી કરવા અંગેના સમાચાર વાંચવા જણાવવામાં આવ્યું.

શહેરોના નામ ખોટાં

શહેરોના નામ ખોટાં

કૅટી પેરીએ મોસમની આગાહી કરતાં ઑસ્ટ્રેલિયાઈ સ્થળો તથા શહેરોનાના નામોના ખોટા ઉચ્ચારણ કર્યાં.

દર્શકો ખૂબ હસ્યા

દર્શકો ખૂબ હસ્યા

કૅટીએ શહેરો-સ્થળોના નામો ખોટા કહેતાં સનરાઇઝની ટીમના લોકો અને દર્શકો ખૂબ હસ્યાં.

પાટનગર કાર્નેબેરા!

પાટનગર કાર્નેબેરા!

કૅટીએ ઑસ્ટ્રેલિયાના પાટગનરનું નામ કાર્નેબેરા કહ્યું તો લોકો ખૂબ હસ્યાં, કારણ કે ઑસ્ટ્રેલિયાના પાટનગરનું નામ કૅનબરા છે.

હૉબર્ટમાં ભૂલ કરતાં પહેલા ચેતવી

હૉબર્ટમાં ભૂલ કરતાં પહેલા ચેતવી

કૅટી પેરી હૉબર્ટને હૅરી પૉટર શ્રેણીની કાલ્પનિક સ્કૂલ હૉટવાર્ટ્ઝ સમજીને આગામી જાહેરાત કરે, તે પહેલા જ પ્રોડક્શન ટીમે તેમને યોગ્ય ઉચ્ચારણ બતાવ્યું.

મોબાઇલ ઍપ તો છે ને?

મોબાઇલ ઍપ તો છે ને?

અંતે કૅટીએ દર્શકોને જણાવ્યું - જો આપ આ બધુ ન સમજ્યા હોવ, તો મોસમનો હાલ જાણવા માટે આપના મોબાઇલ ફોનમાં ઍપ મોજૂદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X