Pictures : લૅડી ગાગા સાથે વિતાવવા છે 24 કલાક ?

મુંબઈ, 29 ઑક્ટોબર. હૉલીવુડ સેલિબ્રિટીઓ પોતાના શો અને ફિલ્મોના પ્રમોશન દરમિયાન દરેક વખતે બૉલીવુડને પાછું પાડી દે છે. તેમની વિચિત્ર રીત કાયમ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓને પોતાની ફિલ્મોના પ્રમોશન માટે કઈંક નવું વિચારતાં કરી દે છે. આ વખતે પણ કઈંક એવુ જ કર્યું છે હૉલીવુડના જાણીતા પૉપ ગાયિકા લૅડી ગાગાએ. લૅડી ગાગાએ પોતાના 2013માં થનાર એક કૉન્સર્ટનું રિહર્સલ તથા બૅક સ્ટેજ માટે પોતાનો 24 કલાકનો સમય પોતાના એક ફૅન અને એક મહેમાન સાથે ગાળવાની વાત કરી છે, પરંતુ લૅડી ગાગા સાથે સમય ગાળવા માટે આપે બોલી લગાવવી પડશે. જેના ભાવ સૌથી ઉંચા હશે, તેને મળશે મોકો લૅડી ગાગા સાથે સમય ગાળવાનો.

જાણવાં મળ્યા મુજબ લૅડી ગાગા પોતાના બૉર્ન ધિસ વે ટૂર દરમિયાન ચૅરટી માટે પોતાના 24 કલાકોની હરાજી કરશે. આ હરાજી દરમિયાન સૌથી વધુ ભાવ લગાવનાર સાથે લૅડી ગાગા પોતાના 24 કલાક વિતાવશે. વિજેતા લૅડી ગાગા સાથે રહી જોઈ શકશે કે પોતાના કૉન્સર્ટ અગાઉ લૅડી ગાગા કેટલી તૈયારીઓ કરે છે. સાથે જ બૅક સ્ટેજ તેઓ તેમની સાથે તસવીરો પણ પડાવી શકશે. તેને કૉન્સર્ટના એક દિવસ અગાઉ સાંજે બૅન્ડ રિહર્સલ તેમજ જુદા-જુદા ડિપાર્ટમેંટ્સમાં જવાની તક પણ મળશે.

આ કૉન્સર્ટ 2013માં યોજાનાર છે. લૅડી ગાગાના 24 કલાકોની આ હરાજીથી મળનાર રકમ સિનાઈ મેડિકલ જેનેટિક ઇન્સ્ટીટ્યૂટને અપાશે. આ ઇન્સ્ટીટ્યૂટ જેનેટિક બીમારીઓનો ઇલાજ અને તેમની ઉપર રિસર્ચ કરે છે. તો હવે લૅડી ગાગા સાથે જો આપ પણ 24 કલાક ગાળવા માંગતા હો, તો તૈયાર થઈ જાઓ બોલી લગાવવા માટે.

હાલ અમે બતાવીએ આપને લૅડી ગાગાની કેટલીક તસવીરો કે જે જોઈ કદાચ આપ પણ તેમને મળવા આતુર થઈ જશો.

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા હૉલીવુડના ખૂબ જ જાણીતા પૉપ ગાયિકા છે.

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા માત્ર 26 વરસનાં છે અને હૉલીવુડની સુંદર હસ્તીઓમાંના એક છે.

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા પોતાના એક ટૂર બૉર્ન ધિસ વે દરમિયાન પોતાના 24 કલાકોની હરાજી કરશે.

લૅડી ગાગા

લૅડી ગાગા

સૌથી વધુ બોલી લગાવનારને લૅડી ગાગા સાથે તેમના કૉન્સર્ટનું રિહરસ્લ તેમજ તેમની તૈયારીઓ જોવાની તક મળશે.

લૅડી ગાગા

લૅડી ગાગા

સાથે જ વિજેતાને લૅડી ગાગા સાથે બૅક સ્ટેજ ફોટો સેશન કરાવવાની પણ તક મળશે.

લૅડી ગાગા

લૅડી ગાગા

તો આપ કેટલાની બોલી લગાવવા માંગશો લૅડી ગાગા સાથે 24 કલાક ગાળવા માટે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X