સ્ટેજ પરફૉર્મન્સ દરમિયાન જીવંત અનુભવે છે લૅડી ગાગા
ન્યુયૉર્ક, 24 ઑગસ્ટ : પૉપ ગાયિકા લૅડી ગાગાએ જણાવ્યું છે કે મંચ ઉપર પરફૉર્મ કરતાં તેઓ પોતાની જાતને જીવંત અનુભવે છે.

જૂડેસ, યૂ એન્ડ આઈ તથા બૉર્ન ધિસ વે જેવા સફળ ગીતો ગાનાર 27 વર્ષીય ગાગાના દુનિયા ભરમાં અસંખ્ય ફૅન્સ છે. વેબસાઇટ ફીમેલફર્સ્ટ.કો.યૂકેએ લૅડી ગાગા તરફથી જણાવ્યું છે - જ્યારે હું મંચ ઉપર નથી હોતી, તો હું જીવંત નથી અનુભવતી, પણ જ્યારે હું મંચ ઉપર હોઉ છું, તો એવું લાગે છે કે હું જે પણ વિચારુ છું અને જે કંઈ અનુભવું છે, તે બધુ મારી પાસે છે.
નોંધનીય છે કે લૅડી ગાગા હાલ એમટીવી વીડિયો મ્યુઝિક ઍવૉર્ડમાં પોતાના આલબમ આર્ટપૉપના પોતાના નવા ગીત એપ્લૉઝની તૈયારી કરી રહ્યાં છે. આ ઍવૉર્ડ આવતીકાલે યોજાનાર છે.












Click it and Unblock the Notifications
