ઘરનું ભાડું ચુકવવાના પણ પૈસા નથી લિંડસે લોહાન પાસે

જાણવા મળ્યા મુજબ લિંડસે હાલ ન્યુયૉર્ક ખાતે આવેલ એક આલિશાન પેંટહાઉસમાં રહે છે, તે પણ વગર ભાડું આપ્યે. આ પેંટહાઉસ લિંડસેના એક મિત્રે તેમને રહેવા માટે આપ્યું છે. જ્યાં સુધી તેમની મુશ્કેલીઓ ટળી ન જાય, ત્યાં સુધી તેઓ અહીં રહી શકે છે. લિંડસેને 29મી નવેમ્બર, 2012ના રોજ મૅનહેટનની એક નાઇટક્લબમાં એક ફ્લોરિડા મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી. તે વખતે સંતા મોનિકાના માર્ગે ડ્રાઇવિંગ કરી રહ્યા હતાં.
પોલીસને જાણવા મળ્યું કે લિંડસે લોહાને જુટ્ઠૂં બોલ્યા છે કે જ્યારે એક્સિડંટ થયો, ત્યારે તેમની મદદનીશ કાર ડ્રાઇવ કરી રહી હતી. આટલી બધી કાનૂની મુશ્કેલીઓમાં ફંસાયેલ લિંડસે લોહાને નિર્ણય કર્યો કે તેઓ પોતાના માતા ડાયના સાથે લૉગ આઇલૅન્ડ ખાતે રહેશે, પરંતુ હજી સુધી તેમને ત્યાં જવાનો સમય નથી મળી શક્યો. તેમના મિત્રે તેમની મુસીબત જોતા તેમને એક આલિશાન ઍપાર્ટમેંટ આપ્યું છે કે જ્યાં તેઓ ઇચ્છે ત્યાં સુધી રહી શકે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે લિંડસે આ ઍપાર્ટમેંટનું ભાડું પણ આપવાની સ્થિતિમાં નથી. હવે લિંડસે પાસે પૈસા નથી કે પછી તેમનો મિત્ર ભાડું લેવા નથી માંગતો. આ વિચારવા જેવી બાબત છે.












Click it and Unblock the Notifications
