હૉલીવુડ સિંગર માઇલી સાયરસ સર્જરી બાદ પૂર્ણત્વે સ્વસ્થ થઈ ગયાં છે. તેઓ પોતાના સ્વાસ્થ્ય અંગે ચર્ચામાં હતાં અને તેમને હૉસ્પિટલે દાખલ પણ થવુ પડ્યુ હતું, પરંતુ તેઓ ફુલ રિકવરી સાથે પાછા ફર્યા છે.
22 વર્ષીય માઇલી સાયરસ રવિવારે ફરીથી સોશિયલ સાઇટ પર એક્ટિવ થઈ ગયાં. તેમની ઉપર ક્રિસમસ ફીવર છવાઈ ગયું છે. તેમણે ઇંસ્ટાગ્રામ ઉપર ફુલ એલ્ફ કૉસ્ચ્યુમ સાથે એન્ટ્રી મારી છે. આ પોસ્ટમાં માઇલી સાયરસ ફેક બેલ્ટ તથા પીટર પૅન કૉલર ધરાવતો એક ગ્રીન સૅટિન ડ્રેસ પહેરેલા છે. તેમણે પોતાનો લુક એક એલ્ફ હૅટ સાથે પૂર્ણ કર્યો છે. આ સાથે જ જાયંટ પૉઇંટ ઈયર્સ, સ્પાર્ક્લી સિલ્વર ટાઇટ્સ તથા એક સિલ્વર ટિંસેલ વિગ પણ છે.
માઇલી સાયરસ એમ પણ ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ રહેનાર હૉલીવુડ સેલિબ્રિટી છે. એક તસવીરમાં તો તેઓ પાઉટિંગ કરતા દેખાય છે. માઇલી સાયરસ સતત ચર્ચામાં રહે છે. કિમ કાર્દશિયન જેમ માઇલી પણ સતત સોશિયલ સાઇટ્સ પર અપડેટ કરતા રહે છે અને હૉટ તસવીરો શૅર કરતા રહે છે.
માઇલી સાયરસની આ લેટેસ્ટ તસવીરો જોઈને લાગે છે કે તેઓ ક્રિસમસની ઉજવણી કરવા સમ્પૂર્ણ પણે તૈયાર છે. માઇલી એમ પણ કંટ્રોવર્સીની બાબતમાં પણ ખૂબ જ આગળ પડતા છે. તેઓ પોતાના પરફૉર્મન્સના પગલે ખાસ વિવાદોમાં રહે છે.
Miley Cyrus had a successful surgery and is back to her wild antics. Miley who is supporting Free The Nipple campaign again wore leaf pasties and even kissed her friend.