માઇલી સાયરસે ઘરે કરાવી લક્ષ્મી પૂજા, જુઓ તસવીર

Written By:
Subscribe to Oneindia News

ન્યૂ યોર્કમાં રહેતી અમેરિકન સિંગર અને હેના મોન્ટેના ફેમ એક્ટ્રેસ માઇલી સાયરસ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લક્ષ્મી પૂજનનો એક ફોટોગ્રાફ શેર કર્યો છે, જે જોઇને સૌ ચોંકી ઉઠ્યા છે. આ ફોટો જોઇને તમને એક ક્ષણ માટે વિશ્વાસ નહીં થાય કે આ કોઇ હોલિવૂડ સેલિબ્રિટીનું ઘર છે, તમને ફોટો જોઇને એમ જ લાગશે કે જાણે કોઇ ભારતીયનું ઘર છે.

25 વર્ષીય માઇલીએ રવિવારે સુપર બાઉલના પ્રસંગે પોતાના ઘરે લક્ષ્મી પૂજા નું આયોજન કર્યું હતું. માઇલીનું ઘર માલીબૂમાં છે અને અહીં જ તેણે લક્ષ્મી પૂજા રાખી હતી.

lakshmi puja

ફોટો જોઇને થઇ ગયાને કન્ફ્યુઝ?

જી હા, આ ઉરોક્ત ફોટાની જ અમે વાત કરી રહ્યાં છે, આ માઇલી સાયરસના ઘરનો ફોટો છે. માઇલીએ પોતાના ગુરુનો ફોટો પણ શેર કર્યો છે અને કહેવાઇ રહ્યું છે કેમાઇલી પોતાના આ જ ગુરુને ફોલો કરી રહી છે. માઇલીના આ ફોટોમાં લક્ષ્મીજીની છબિ, અગરબત્તિ, પ્રસાદ માટે હલવો, ફળ વગેરે ચીજવસ્તુઓ જોવા મળે છે. જાણે કોઇ ભારતીય ઘરમાં લક્ષ્મી પૂજનની વ્યવસ્થા ન કરી હોય! માઇલીએ પૂજ કરવા માટે ઘરે પૂજારીને પણ બોલાવ્યા હતા અને તેમણે આરતી પણ કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે માઇલીએ હિંદુ ધર્મ પ્રત્યે પોતાની રુચિ જાહેર કરી હોય. આ પહેલાં તેણે કર્મા શબ્દનું ટેટૂ બનાવડાવ્યું હતું તથા તેના ડાબા કાંડા પર ઓમ નું ટેટૂ પણ છે.

માઇલી આ વર્ષે મે માં ભારત આવવાની છે, અહીં નાગપુરમાં તેનો પહેલો કોન્સર્ટ યોજાવા જઇ રહ્યો છે. ભારતમાં પણ માઇલીના ઘણા ફેન્સ છે, લોકો આજે પણ તેમને તેમની ફિલ્મ હેના મોન્ટેના માટે જાણે છે.

જૂલિયા રોબર્ટે પણ અપનાવ્યો હિંદુ ધર્મ

માઇલી પહેલાં પોપ સિંગર મડોના, જોર્જ હેરિસન અને જૂલિયા રોબર્ટ જેવી હોલિવૂડ હસતીઓ પણ હિંદુ ધર્મ અપનાવી ચૂક્યા છે. વર્ષ 2008માં જૂલિયા રોબર્ટ પોતાની ફિલ્મ 'ઇટ પ્રે ઓર લવ'ની શૂટિંગ માટે ભારત આવી હતી અને તે સમયે હિંદુ ધર્મથી એટલી પ્રભાવિત થઇ કે પછીથી તેમણે હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.

English summary
Singer Miley Cyrus has shared Lakshmi Puja's picture on her Instagram account.
Please Wait while comments are loading...