Pics : અને જૅકી ચાન બોલી ઉઠ્યાં - ‘નમસ્તે’!

મુંબઈ, 19 જૂન : ચાઇના ફિલ્મ મહોત્સવમાં ભાગ લેવા આવેલાં હૉલીવુડ સ્ટાર અભિનેતા જૅકી ચાન ભારતીય ફિલ્મ પ્રસંશકો વચ્ચે પોતાની મારધાડ ધરાવતી ફિલ્મો માટે જાણીતા છે, પરંતુ મંગળવારે તેમણે ચાઇના ફિલ્મ મહોત્સવમાં ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓથી ખચાખચ ભરેલા હૉલમાં પોતાના મજાકિયા અંદાજના દર્શન કરાવ્યાં.

જૅકી ચાને જણાવ્યું - હવે તેઓ વૃદ્ધ થઈ રહ્યાં છે, પરંતુ પોતાના ફૅન્સની ચાહતને ખાતર જ તેઓ હજીય એવી ફિલ્મો બનાવી રહ્યાં છે. ચાન અહીં સિરી ફોર્ટ સ્ટેડિયમમાં મંચ પર જેવા આવ્યાં કે અતિ ઉત્સાહિત દર્શકો ઊભા થઈ ગયાં અને તેમની તસવીરો ખેંચવા લાગ્યાં. ત્યારે જૅકી ચાને હિન્દીમાં બોલી ઉઠ્યાં - નમસ્તે, કૃપયા બૈઠ જાઇએ.

આવો તસવીરો સાથે જાણીએ વધુ શું કહ્યું જૅકી ચાને :

રોમાંચિત અને સન્માનિત અનુભવ

રોમાંચિત અને સન્માનિત અનુભવ

જૅકી ચાને જણાવ્યું કે તેમનું અહીં હોવું તેમને રોમાંચિત કરે છે અને તેઓ ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યાં છે.

સુપરહિટ ફિલ્મો માટે જાણીતા

સુપરહિટ ફિલ્મો માટે જાણીતા

જૅકી ચાન રશ અવર, ધ મિથ તથા પોલીસ સ્ટોરી જેવી સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે.

ચાઇનીઝ ફિલ્મોનું પ્રદર્શન

ચાઇનીઝ ફિલ્મોનું પ્રદર્શન

18મીથી 23મી જૂન સુધી ચાલનાર ચાઇનીઝ ફિલ્મ મહોત્સવમાં ચાઇનામાં નિર્મિત વિવિધ શ્રેણીની ફિલ્મોનું પ્રદર્શન કરાશે.

ધ ગ્રૅન્ડમાસ્ટર્સ

ધ ગ્રૅન્ડમાસ્ટર્સ

ચાઇનીઝ ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત કરાનાર ફિલ્મોમાં પોતાની અદ્વિતીય દૃશ્ય રચના માટે વિશ્વવિખ્યાત ચીનના મહાન મૌલિક ફિલ્મકાર વાંગ કાર વાઈની તાજેતરની ફિલ્મ ધ ગ્રૅન્ડમાસ્ટર્સનો પણ સમાવેશ થાય છે.

રિમેંબરિંગ 1942

રિમેંબરિંગ 1942

મહોત્સવમાં ચાઇનાના ખૂબ જ સફળ વાણિજ્યિક ફિલ્મ નિર્માતા ફેંગ જિયાઓગાંગની ફિલ્મ રિમેંબરિંગ 1942 પણ દર્શાવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X