ઓપરા વિનફ્રે દુનિયાના સૌથી પ્રભાવશાળી હસ્તી
લૉસ એંજલ્સ, 28 જૂન : ટેલીવિઝન ચૅટ શો ક્વીન ઓપરા વિનફ્રેની દુનિયાના સૌથી પ્રભાવશાળી હસ્તી તરીકે પસંદગી પામ્યાં છે.

ધ સન ડૉટ કો ડૉટ યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ સમગ્ર દુનિયાની 100 પ્રભાવશાળી હસ્તીઓ માટે ફોર્બ્સ પત્રિકા દ્વારા યોજાયેલ મતદાનમાં 59 વર્ષીય વિનફ્રે પ્રથમ સ્થાને રહ્યાં છે.
સૌથી પ્રભાવશાળી 100 લોકોની યાદીમાં બીજા સ્થાને નામ ગાયિકા લૅડી ગાગા છે કે જેઓ પોતાના વિશિષ્ટ પરિધાનો અને ફૅશન માટે જાણીતાં છે. ત્રીજા સ્થાને હૉલીવુડ ફિલ્મકાર સ્ટિવન સ્પિલબર્ગ, ચોથા સ્થાને બેયોંસે તથા પાંચમા સ્થાને ગાયિકા મૅડોના છે. આ યાદીમાં પ્રથણ 20 નામો સંગીતકારોના છે.












Click it and Unblock the Notifications
