For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ઑસ્કારમાં છવાઈ ગ્રૅવિટી, 12 ઈયર્સ ઍ સ્લેવ સર્વશ્રેષ્ઠ ફિલ્મ

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 3 માર્ચ : હૉલીવુડના સૌથી મોટા ઍવૉર્ડ સમારંભ ઑસ્કારમાં હૉલીવુડ ફિલ્મ ગ્રૅવિટીએ સાત ઍવૉર્ડ જીતી ઍવૉર્ડ વિજેતાની લિસ્ટમાં લીડ મેળવી છે. સાથે જ હૉલીવુડ ફિલ્મ 12 ઈયર્સ ઍ સ્લેવને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ તથા મૅથ્યુ મૅકકૉનાગી તેમજ કેટ બ્લૅંચેટને સર્વશ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો.

ડલાસ બાયર્સ ક્લબ ફિલ્મમાં પોતાના બહેતરીન અભિનયના પગલે મૅથ્યુને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ આપવામાં આવ્યો. મૅથ્યુનું આ પહેલું નૉમિનેશન હતું અને પ્રથમ જ વારમાં તેમણે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ જીતી લીધો. સાથે જ બ્લ્યુ જૅસમીન ફિલ્મમાં શાનદાર અભિનય કરનાર હૉલીવુડ અભિનેત્રી કેટ બ્લૅંચેટને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર ઍવૉર્ડ આપવામાં આવ્યો.

ચાલો ઑસ્કાર ઍવૉર્ડ્સ સમારંભની તસવીરો સાથે જોઇએ ઑસ્કાર વિજેતાઓ :

મૅથ્યુ-કૅટ સર્વશ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી

મૅથ્યુ-કૅટ સર્વશ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી

ડલાસ બાયર્સ ક્લબ ફિલ્મમાં પોતાના બહેતરીન અભિનયના પગલે મૅથ્યુને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ આપવામાં આવ્યો. બ્લ્યુ જૅસમીન ફિલ્મમાં શાનદાર અભિનય કરનાર હૉલીવુડ અભિનેત્રી કેટ બ્લૅંચેટને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર ઍવૉર્ડ આપવામાં આવ્યો.

12 ઈયર્સ ઍ સ્લેવ સર્વશ્રેષ્ઠ ફિલ્મ

12 ઈયર્સ ઍ સ્લેવ સર્વશ્રેષ્ઠ ફિલ્મ

બ્રૅડ પિટની 12 ઈયર્સ ઍ સ્લેવ ફિલ્મે ઑસ્કારમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ હાસલ કર્યો. ફિલ્મનું નિર્માણ બ્રૅડ પિટે કર્યુ હતું અને પોતે લીડ રોલ પણ કર્યો હતો. ફિલ્મને દેશ ભરમાં ખૂબ જ વખાણ હાસલ થયાં.

સર્વશ્રેષ્ઠ દિગ્દર્શન ગ્રૅવિટી

સર્વશ્રેષ્ઠ દિગ્દર્શન ગ્રૅવિટી

ગ્રૅવિટી ફિલ્મના દિગ્દર્શન માટે અલ્ફાંસો કુઑરૉનને સર્વશ્રેષ્ઠ દિગ્દર્શના ઑસ્કાર ઍવૉર્ડ વડે સન્માનવામાં આવ્યાં. આ પહેલી વાર છે કે જ્યારે અલ્ફાંસોને ઑસ્કારમાં નૉમિનેશન મળ્યુ હતું અને પહેલી જ વારમાં તેમણે ઍવૉર્ડ અંકે કર્યો.

સાઉંડની શ્રેણીમાં પણ ગ્રૅવિટી નંબર વન

સાઉંડની શ્રેણીમાં પણ ગ્રૅવિટી નંબર વન

અંતરિક્ષના બનાવો પર આધારિત ગ્રૅવિટીએ સર્વશ્રેષ્ઠ સાઉંડ મિક્સિંગ એન્ડ એડિટિંગનો ઑસ્કાર ઍવૉર્ડ હાસલ કર્યો. સર્વશ્રેષ્ઠ સાઉન્ડ એડિટિંગ બદલ ગ્લેન ફ્રીમૅંટલ તથા સર્વશ્રેષ્ઠ સાઉંડ મિક્સિંગ બદલ સ્પિ લિવસે, નિવ એડિરી, ક્રિસ્ટોફર બેનસ્ટીડ તેમજ ક્રિસ મુનરોને ઑસ્કાર ઍવૉર્ડ અપાયો.

સર્વશ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

સર્વશ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

અલ્ફાંસો કુઑરૉનની ગ્રૅવિટીએ સર્વશ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સની શ્રેણીનો ઑસ્કાર ઍવૉર્ડ પણ હાસલ કર્યો. ફિલ્મ તરફથી ટિમોથી વેબર, ક્રિસ લૉરેંસ, ડેવિડ શિર્ક તથા નીલ કોરબોલ્ડે મંચ ઉપર આવી ઍવૉર્ડ સ્વીકાર્યો.

સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી

સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી

અલ્ફાંસો કુઑરૉનની ગ્રૅવિટીને જ સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરની શ્રેણીમાં પણ ઑસ્કાર ઍવૉર્ડ અપાયો. ગ્રૅવિટીના ઇમ્માનુએલ લુબેઝ્કીએ સમ્માન પામ્યા બાદ ફિલ્મ કલાકારો તથા પોતાના કેટલાંક શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

સર્વશ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ

સર્વશ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ

ગ્રૅવિટીને સર્વશ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો પણ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો. માર્ક સૅંગર સાથે ફિલ્મના દિગ્દર્શકે આ ઍવૉર્ડ સ્વીકાર્યો.

સર્વશ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ

સર્વશ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ

માર્ગન નિવાઇલ, ગિલ ફ્રીજન તથા કૅટ્રીન રોઝર્સની 20 ફીટ ફ્રૉમ સ્ટારડમ ફિલ્મને સર્વશ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો ઑસ્કાર ઍવૉર્ડ આપવામાં આવ્યો. ફિલ્મની વાર્તા 20મી સદીના કેટલાંક બહેતરીન ગીતોના ગાયકોની જિંદગી પર આધારિત છે.

સર્વશ્રેષ્ઠ લઘુ ફિલ્મ

સર્વશ્રેષ્ઠ લઘુ ફિલ્મ

આ ઉપરાંત લઘુ વિષય ધરાવતી દસ્તાવેજી ફિલ્મની શ્રેણીમાં માલ્કમ ક્લર્ક તથા નિકોલસ રીડની ધ લૅડી ઇન નંબર 6 મ્યુઝિક સેવ્ડ માય લાઇફને ઑસ્કાર ઍવૉર્ડ અપાયો. આ ફિલ્મ વિશ્વસની સૌથી વયની પિયાનોવાદક 109 વર્ષીય એલિસ હર્જ સોમરના જીવન પર આધારિત છે.

બેસ્ટ લાઇવ એક્શન લઘુ ફિલ્મ

બેસ્ટ લાઇવ એક્શન લઘુ ફિલ્મ

બેસ્ટ લાઇવ એક્શન લઘુ ફિલ્મની શ્રેણીમાં એન્ડર્સ વાલ્ટર તથા કિમ મૅગ્નુસની હીલિયમે ઑસ્કાર જીત્યો.

સર્વશ્રેષ્ઠ સહ-અભિનેતા

સર્વશ્રેષ્ઠ સહ-અભિનેતા

ડલાસ બાયર્સ ક્લબ ફિલ્મમાં એડ્સ પીડિત દરદી રેયાનનો રોલ કરનાર અભિનેતા-ગાયક જૅરેડ લેટોને સર્વશ્રેષ્ઠ સહ-અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ અપાયો. લેટો પોતાના માતા અને ભાઈ સાથે હાજર હતાં. અભિનેત્રી એની હેથવેએ લેટોને આ ઍવૉર્ડ આપ્યો.

સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ

સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ

ઇટાલીની ધ ગ્રેટ બ્યૂટી ફિલ્મને સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર ઍવૉર્ડ આપવામાં આવ્યો. ફિલ્મની વાર્તા એક પત્રકારની જિંદગી પર આધારિત છે. ભારત તરફથી આ શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડ મોકલવામાં આવી હતી, પરંતુ તે પ્રથમ પાંચમાં પણ સ્થાન ન બનાવી શકી.

સર્વશ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ

સર્વશ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ

ક્રિસ બક તથા જેનિફર લીની ફ્રોજને સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મનો ઍવૉર્ડ હાસલ કર્યો. ફ્રોજન એક નિડર રાજકુમારીની વાર્તા છે.

સર્વશ્રેષ્ઠ લઘુ એનિમેશન ફિલ્મ

સર્વશ્રેષ્ઠ લઘુ એનિમેશન ફિલ્મ

11 મિનટની મિસ્ટર હબલૉટને સર્વશ્રેષ્ઠ એનિમિટેડ લઘુ ફિલ્મનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો છે.

English summary
Hollywood's biggest award ceremony Oscar Awards 2014 is going on. Here are the latest updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X