પોતાની જાતને સુંદર નથી ગણતાં પામેલા એન્ડરસન
પ્રસિદ્ધ ટેલીવિઝન સીરિયલ બેવૉચ દ્વારા ઓળખ સ્થાપિત કરનાર હૉલીવુડ અભિનેત્રી પામેલા એન્ડરસન કહે છે કે તેમને નથી લાગતું કે તેઓ સુંદર છે. તેમને લાગે છે કે તેમના શારીરિક આકર્ષણ આગળ તેમની સુંદરતા ખોવાઈ ગઈ છે.

femalefirst.co.uk વેબસાઇટના જણાવ્યા મુજબ એન્ડરસને જણાવ્યું - હું નથી જાણતી કે મેં ક્યારેક પોતાની જાતને સુંદર ગણી હોય. મને કાયમ લાગે છે કે હું સુંદર નથી, હકીકતમાં નથી. કાદચ હું બહુ વધુ આકર્ષક છું અને તેથી જ મારી સુંદરતા પાછળ રહી જાય છે.
પિસતાલીસ વર્ષીય પામેલા એન્ડરસન કહે છે - હું હવે અગાઉ કરતા પોતાની જાતને ખૂબ જ અલગ અનુભવુ છું. એવું લાગે છે કે જેમ-જેમ મારી ઉંમર વધે છે, મારુ આકર્ષણ પણ ઓછું થતું જાય છે.












Click it and Unblock the Notifications
