Pics : હિલ્ટન અનાથ બાળકો માટે બન્યાં છમ્મક છલ્લો...
હૉલીવુડ એક્ટ્રેસ પૅરિસ હિલ્ટન તાજેતરમાં બીજી વાર ઇન્ડિયા આવ્યાં અને અહીં આવી તેમણે અનાથ બાળકો સાથે પોતાનો ઘણો સમય વિતાવી તેમનું મનોરંજન પણ કર્યું. પૅરિસ હિલ્ટન ગોવા ખાતે ઇન્ડિયા રિસોર્ટ ફૅશન વીકમાં ભાગ લેવા આવ્યા હતાં. સોમવારે સવારે જ તેઓ મુંબઈ પહોંચ્યાં. હિલ્ટને ભારત પહોંચતા જ ટ્વિટ કર્યું કે તેઓએ મુંબઈમાં રમકડા વાળાની એક દુકાને જઈ બહુ બધા રમકડાં ખરીદ્યા છે તથા હવે તેઓ અનાથાલય જઈ બાળકોને આ રમકડાં આપશે.
પૅરિસ હિલ્ટને ટ્વિટ કર્યું - મુંબઈમાં રમકડાની દુકાનો પર પહોંચી, બહુ બધા રમકડાં ખરીદ્યાં. અનાથાલય જઈ રહી છં તેમને ઉપહાર આપવાં. અનાથાલયથી પરત ફરી તેમણે ટ્વિટ કર્યું - તે સૌને મારા ખરીદેલ ઉપહાર ખૂબ ગમ્યાં. તેમને હસતા જોવું ખૂબ સુખદ અહેસાસ છે. ક્રિસમસ આ જ મહીને છે. તેથી પૅરિસ હિલ્ટન અનાથાલયમાં બાળકો માટે સાંતાક્લૉઝ બન્યાં અને તેમણે બાળકોને સાંતાની જેમ ગિફ્ટ આપ્યા બાદ બાળકો સાથે ડાંસ પણ કર્યો.
હિલ્ટને બાળકોને જણાવ્યું - હું અહીં આપ સૌને મળી ખૂબ ખુશ છું. ક્રિસમસ આવી રહ્યું છે અને આ રજાઓનો સમય છે. આશા છે કે આપ સૌને ઉપહાર ગમ્યાં હશે. પછી પૅરિસે બાળકો સાથે મળી ફિલ્મ રા.વનના ગીત છમ્મક છલ્લે પર એક ખૂબ જ આકર્ષક ડાંસ કર્યો. તેમની સાથે બાળકોએ પણ ઠુમકાં લગાવ્યાં.
આવો આપને બતાવીએ મુંબઈ ઍરપોર્ટે ઉતરાણ કર્યા બાદની પૅરિસની કેટલીક તસવીરો.

પૅરિસ હિલ્ટન
હૉલીવુડ સેલિબ્રિટી તાજેતરમાં ગોવા ખાતે એક ફૅશન વીકમાં ભાગ લેવા ઇન્ડિયા આવ્યાં.

પૅરિસ હિલ્ટન
પૅરિસ સોમવારે મુંબઈ પહોંચ્યાં.

પૅરિસ હિલ્ટન
મુંબઈ ખાતે એક અનાથાશ્રમે જઈ પૅરિસે બાળકો વચ્ચે ખૂબ મસ્તી કરી.

પૅરિસ હિલ્ટન
બાળકોને પૅરિસે અનેક ગિફ્ટ્સ પણ આપી.

પૅરિસ હિલ્ટન
પછી પૅરિસે બાળકો સાથે રા.વન ફિલ્મના ગીત છમ્મક છલ્લો પર ડાંસ પણ કર્યો.

પૅરિસ હિલ્ટન
પૅરિસે ટ્વિટ કર્યું કે આ બાળકોને ખુશ જોઈ તેઓને ખૂબ ખુશી થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
