ઑસ્કાર વિજેતા અભિનેતા હૉફમૅનનું રહસ્યમય મોત!

Posted By:
Subscribe to Oneindia News

ન્યુયૉર્ક, 3 ફેબ્રુઆરી : અમેરિકી અભિનેતા ફિલિપ સેમૌર હૉફમૅન રવિવારે ન્યુયૉર્ક શહેરમાં તેમના ઍપાર્ટમેંટમાં મૃત અવસ્થામાં મળ્યાં. પ્રાથમિક રિપોર્ટ મુજબ 46 વર્ષીય હૉફમૅનનું નિધન વધુ પડતા નશાના કારણે થયું હોવાની શક્યતા છે.

ન્યુયૉર્ક પોસ્ટના જણાવ્યા મુજબ હૉફમૅનનો મૃતદેહ શનિવારે તેમના ઘરના બાથરૂમમાં મળ્યો. તેમના હાથે સિરિંજ લાગેલી હતી. ન્યુયૉર્ક પોલીસ વિભાગ બનાવની તપાસ કરી રહ્યો છે, જ્યારે ફૉરેંસિક નિષ્ણાંતો મોતનું સાચુ કારણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જાણવા મળે છે કે તપાસનીશોને હૉફમૅનના ઘરમાંથી હેરોઇન મળી છે. હૉફમૅને જીએમઝેડ વેબસાઇટને જણાવ્યુ હતું કે તેઓ 23 વર્ષોથી નશામુક્ત હતાં. એક વરસ અગાઉ તેમણે ગોળીઓ અને સૂંઘવાની હેરોઇન લેવી શરૂ કરી હતી.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ડેવિડ કાટ્જે મૃત જોયાં

ડેવિડ કાટ્જે મૃત જોયાં

સૂત્રોએ વૉલ સ્ટ્રીટ જર્લને બતાવ્યું કે પટકથા લેખક ડેવિડ કાટ્જે બપોર પહેલા હૉફમૅનનો મૃતદેહ જોયો અને તરત ઇમર્જંસી સર્વિસને બોલાવી.

ઑસ્કાર વિજેતા

ઑસ્કાર વિજેતા

2006માં કેપોટમાં ટર્મેન કેપોટના પાત્ર માટે હૉફમૅનને ઑસ્કારનો સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કારનો મળ્યો હતો. ચાર્લી વિલ્સંસ વૉર (2007), ડાઉટ (2008) તથા ધ માસ્ટર (2012) માટે તેમને ત્રણ વાર એકેડેમી પુરસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવ્યા હતાં.

ન્યુયૉર્કમાં જન્મ

ન્યુયૉર્કમાં જન્મ

અભિનેતા અને દિગ્દર્શક હૉફમૅનનો જન્મ 23મી જુલાઈ, 1967ના રોજ રોચેસ્ટર ન્યુયૉર્કમાં થયો હતો.

અમેરિકામાં લોકપ્રિય

અમેરિકામાં લોકપ્રિય

1990ના દાયકમાં તેઓ અમેરિકી ફિલ્મના સર્વશ્રેષ્ઠ પાત્ર તરીકે જાણીતા બન્યા હતાં.

યાદગાર ભૂમિકાઓ

યાદગાર ભૂમિકાઓ

હૉફમૅને બૂગી નાઇટ્સ, મનીબૉલ, ધ હંગર ગેમ્સ કૅચિંગ ફાયર, સેંટ ઑફ ઍ વુમન જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

English summary
US actor Philip Seymour Hoffman was found dead Sunday at his New York City apartment in Manhattan and initial reports suggest that the 46-year-old actor might have died from a drug overdose, a media report said Monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.