શકીરાનો પુત્ર સિંગર નહીં, પિતાની જેમ ફુટબૉલર બનશે
પેલી કહેવત તો આપે સાંભળી જ હશે કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં જ દેખાઈ આવે છે. અહીં આપણે વહુ વિશે નહીં, પણ પુત્ર વિશે ચર્ચા કરવાની છે. આ કહેવતને ચરિતાર્થ કર રહ્યો છે શકીરાનો પુત્ર કે જેણે તાજેતરમાં જ આ દુનિયામાં પ્રવેશ કર્યો છે. કોલંબિયાના જાણીતા પૉપ સિંગર શકીરા અને સ્પેનના જાણીતા ફુટબૉલર જેરાર્ડ પીકેના આ નવજાત બાળકનું નામ રાખવામાં આવ્યું છે મિલાન પીક મેબારક.

જોકે શકીરા પોતે એક પૉપ સિંગર છે અને તેમના બૉયફ્રેન્ડ પીકે એક જાણીતા ફુટબૉલર છે, પરંતુ પીકેનું માનવું છે કે તેમનો પુત્ર તેમની જેમ જ બહેતરીન ફુટબૉલર બનશે અને તેથી તેમણે પોતાના પુત્રને જન્મતાની સાથે જ એફસી બાર્સિલોના ફુટબૉલ ક્લબનો સભ્ય પણ બનાવી નાંખ્યો છે. માહિતી મળે છે કે બાર્સિલોનાના ભૂતપૂર્વ નિયામક તથા ગેરાર્ડ પીકેના દાદા એમાડોર બેરનાબિયૂએ પોતાના પૌત્ર તેમજ જાણીતા ફુટબૉલર ગેરાર્ડના પુત્રનું ક્લબના સભ્ય તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ટીમના એમ્બેસડર એમાડોર બેરનાબિયુએ પોતાના પ્રપૌત્રનું નામ કમ્પનીમાં રજિસ્ટર્ડ કરાવ્યું અને સાથે જ ક્લબના સભ્યોએ પણ જેરાર્ડના પુત્રને ઘણી બધી ગિફ્ટ્સ આપી. બેરનાબિયુએ જણાવ્યું કે જે દિવસે મેં પીકેનું નામ ક્લબમાં રજિસ્ટર્ડ કરાવ્યુ હતું, તે જ દિવસે મેં વાયદો કર્યો હતો કે હું જેરાર્ડના પુત્રને પણ ક્લબનો સભ્ય બનાવીશ. મને આશા છે કા આ પરમ્પરા આગળ વધારવામાં આવશે અને જેરાર્ડના પુત્રનો પુત્ર પણ આ ક્લબનો સભ્ય હશે.
દરમિયાન શકીરાના બૉયફ્રેન્ડ પીકેએ તાજેતરમાં જ પોતાના પુત્રની તસવીર પણ ટ્વિટર પર ટ્વિટ કરી છે અને સાથે લખ્યું છે કે આ બાળકના માતા શકીરા છે. આ તસવીરમાં શકીરના પુત્ર મિલાને આકર્ષક જૂતા પહેરી રાખ્યાં છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
