જ્યારે Cannes 2016માં હોલીવૂડને પછાડ્યું આ બોલીવૂડ સુંદરીઓએ
કેન્સ 2016માં હોલીવૂડથી લઇને દુનિયા ભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સેલેબ્રિટી દર વર્ષે હાજરી આપે છે. જો કે પાછલા કેટલાક વર્ષોથી ઐશ્વર્યા રાય અને તે પછી સોનમ કપૂરે પોતાની ફેશન સેન્સથી વિદેશી અખબારોમાં પણ ભારતને નામ આગવી રીતે રોશન કર્યું છે.
ત્યારે આ વર્ષે કેન્સ 2016માં ઐશ્વર્યાથી લઇને સોનમ કપૂરે ફરી એક વાર તેમના હુસ્ન અને ફેશનના ઝલવાથી લોકોને તેમની તરફ આકર્ષિત કર્યા છે. વળી મલ્લિકા શેરાવતે પણ જાણીતા ફેશન ડિઝાઇનરના લેટેસ્ટ કનેક્શનથી આકર્ષણ જગાવ્યું છે. સાથે જ ઐશ્વર્યાની પુત્રી આરાધ્યાએ પણ મમ્મી સાથે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ કેવી રીતે માણ્યું અને કોણે શું પહેર્યું તે વિષે જાણો નીચેની આ તસવીરોમાં....

કેન્સ ફેસ્ટિવલ ત્રીજો દિવસ
કેન્સ ફેસ્ટિવલના ત્રીજા દિવસે સોનમ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને મલ્લિકા શેરાવત કંઇક આ અંદાજમાં નજરે પડી.

ઐશ્વર્યા રાય બચ્ચન
કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે લાઇટ ક્રીમ બ્રાઉન અને વર્ક વાળા આ ગાઉનમાં મરુન નેલપેન્ટ અને લિપસ્ટિક સાથે કંઇ આ અંદાજમાં જોવા મળી ઐશ્વર્યા રાય બચ્ચન.

ઐશ્વર્યા
ઐશ્વર્યાનો નેક પીસ અને તેનની ફિંગર રિગ્સ તેના આ આખા દેખાવને વધુ સુંદર બનાવતી હતી.

સરબજીતનું પ્રમોશન
અહીં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ઐશ્વર્યા રાય બચ્ચનને તેની આવનારી ફિલ્મ સરબજીતને પણ પ્રમોટ કરી હતી.

ઐશ્વર્યા
કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચન પર્પલ લિપ્સ્ટિક, બ્રાઉન આઇશેડો અને પીંક પર્પલ કોલ્ડ સોલ્ડર ગાઉન સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી.

એશ
જો કે એશની આ પર્પલ લિપ્સ્ટિક વિવાદનું કારણ બની હતી. અને અનેક ફેશન એક્સપર્ટ તેની આ ફેશન સેન્સ પ્રત્યે ભારે અણગમો વ્યક્ત કર્યો હતો

રેડ બ્યૂટી
નોંધનીય છે કે પાછલા 15 વર્ષથી એશ્વર્યા રાય કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લે છે જે પોતાની રીતે એક રેકોર્ડથી ઓછું નથી.

આરાધ્યા અને એશ
તો આ કેન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ તેની પુત્રી આરાધ્યા સાથે પણ કેટલીક ખાસ પળો માણી હતી.

સોનમ કપૂર
કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે સોનમ કપૂર આ વાઇટ ગાઉનમાં ખૂબ જ આકર્ષક અને સુંદર લાગતી હતી.

સોનમ કપૂર
કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર દર વખતની જેમ આ વખતે પણ કંઇક હટકે અંદાજમાં જોવા મળી હતી.

3D સાડી
તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે 3ડી સાડીમાં સોનમ કપૂરે તમામ લાઇમ લાઇટ કંઇક આ રીતે પોતાની તરફ કરી લીધી હતી.

એરપોર્ટ લૂક
તો કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે મુંબઇથી નીકળતી વખતે સોનમ કપૂર કંઇક આવી લાગતી હતી. બોલે તો ફૂલ ટુ સ્ટાઇલ દિવા!

મલ્લિકા
તો કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે મલ્લિકા શેરાવત કંઇક આ લૂકમાં જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
