જસ્ટિન બીબરે કહ્યું, 'થેન્ક યૂ ઇન્ડિયા, હું ફરી આવીશ...'

Written By:
Subscribe to Oneindia News

બુધવારે ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર ના ફેન્સ અને બોલિવૂડ સિતારાઓ ની રાહ જોવાની ક્ષણો પૂરી થઇ. બુધવારે રાત્રે 8.15 કલાકે મુંબઇના ડી.વ્હાઇ પાટિલ સ્ટેડિયમમાં જસ્ટિન બીબરે પર્ફોમ કર્યું હતું. અનેક બોલિવૂડ સિતારાઓ અને સ્ટાર કિડ્સકોન્સર્ટ માં જોવા મળ્યા હતા.

થેન્ક યૂ ઇન્ડિયા

થેન્ક યૂ ઇન્ડિયા

કોન્સર્ટ દરમિયાન જસ્ટિન બીબરે સૉરી, કોલ્ડ, વૉટર, આઇ વિલ શો યૂ, વ્હેર આર યૂ, બોયફ્રેન્ડ અને બેબી જેવા પોતાના ઇન્ટરનેશનલ હિટ ગીતો પર પર્ફોમ કર્યું હતું. સ્ટેડિયમમાં 50 હજારથી પણ વધુ દર્શકો હાજર હતા, જેમાં આપણા બોલિવૂડ સિતારાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ 2 કલાક સુધી જસ્ટિનનું પર્ફોમન્સ ચાલ્યું હતું, જે પછી જસ્ટિને લોકોનો આભાર માનતા કહ્યું, થેન્ક યૂ ઇન્ડિયા, હું ફરી આવીશ.

બોલિવૂડ સિતારાઓની ભીડ

બોલિવૂડ સિતારાઓની ભીડ

જસ્ટિનને પર્ફોમ કરતા જોવા માટે અનેક બોલિવૂડ સિતારાઓ પણ સ્ટેડિયમ જઇ પહોંચ્યા હતા. આ કોન્સર્ટમાં અલિયા ભટ્ટ, અયાન મુખર્જી જેવા યંગ સ્ટાર્સ ઉપરાંત કેટલાક સ્ટાર કિડ્સ અને તેમના માતા પિતા પણ જોવા મળ્યા હતા. રવિના ટંડન, શ્રીદેવી, મલાઇકા અરોરા વગેરે પોતાના પુત્ર-પુત્રીઓ સાથે જોવા મળ્યા હતા.

કપૂર પરિવાર

કપૂર પરિવાર

લોકપ્રિય ફિલ્મ મેકર બોની કપૂર અહીં પોતાની પત્ની શ્રીદેવી અને નાની પુત્રી ખુશી કપૂર સાથે જોવા મળ્યા હતા. શ્રીદેવની મોટી દિકરી જ્હાનવી કપૂર અહીં જોવા નહોતી મળી. ઉલ્લેખનીય છે કે, જ્હાનવી હાલ પોતાના બોલિવૂડ ડેબ્યૂ અંગે ચર્ચામાં છે.

મલાઇકા અરોરા-અરબાઝ ખાન

મલાઇકા અરોરા-અરબાઝ ખાન

મલાઇકા અને અરબાઝ આમ તો છૂટા પડી ગયા છે, પરંતુ બાળકો ખાતર તેમણે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખ્યો છે. જસ્ટિન બીબરના કોન્સર્ટમાં બંન્ને પોતાના બાળકો સાથે કંઇક આ અંદાજમાં જોવા મળ્યાં હતા.

જેકલિન-ઉર્વશી

જેકલિન-ઉર્વશી

એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને ઉર્વશી રૌતેલા પણ આ કોન્સર્ટમાં જઇ પહોંચ્યા હતા. બંન્ને આ કોન્સર્ટ માટે અતિ-ઉત્સાહિત હતા.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ

હેન્ડસમ બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પણ અહીં પોતાની બંન્ને દિકરીઓ સાથે જોવા મળ્યા હતા. જો કે, અર્જુનની વાઇફ માહિરા ક્યાંય જોવા ન મળી.

જસ્ટિન અનાથાલયની મુલાકાતે

જસ્ટિન અનાથાલયની મુલાકાતે

ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં જસ્ટિનના આગમનની ભવ્ય તૈયારીઓ થઇ હતી. 11 મે અને 12 મે રોજ જસ્ટિન રાજસ્થાનની મુલાકાત લે એવી શક્યતા છે. તેમણે મુંબઇમાં પોતાના કોન્સર્ટ પહેલાં એક અનાથાલયમાં બાળકો સાથે થોડો સમય પસાર કર્યો હતો અને મુંબઇના એક મોલમાં પણ લટાર મારી હતી.

રાત્રે 1 વાગે પહોંચ્યા મુંબઇ

રાત્રે 1 વાગે પહોંચ્યા મુંબઇ

જસ્ટિન મંગળવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે મોડી રાત્રે મુંબઇના રસ્તાઓ પર લોન્ગ ડ્રાઇવ અને વોકનો આનંદ લીધો હતો અને ત્યાર બાદ હોટલમાં જઇ મસાજ કરાવ્યો હતો. પહેલીવાર ભારતની મુલાકાતે આવેલ જસ્ટિન બીબરે આગ્રાનો તાજમહેલ જોવાની ઇચ્છા પણ જાહેર કરી હતી.

English summary
Thank you India, will come again, says Justin Bieber after his concert in Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.