Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફોટોમાં નિપ્પલ દેખાતા ઈન્સ્ટાગ્રામે હટાવ્યો, મેડોનાએ ફરી એ જ તસવીરો શેર કરી!

અમેરિકન પોપ સ્ટાર મેડોના આ દિવસોમાં સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ટોપ પર છે. વાસ્તવમાં મેડોનાએ તાજેતરમાં તેના એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

ન્યૂયોર્ક : અમેરિકન પોપ સ્ટાર મેડોના આ દિવસોમાં સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ટોપ પર છે. વાસ્તવમાં મેડોનાએ તાજેતરમાં તેના એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેને ઇન્સ્ટાગ્રામે તેની માર્ગદર્શિકાના ઉલ્લંઘન તરીકે હટાવી દીધી હતી. આ પછી મેડોનાએ તે તસવીરો એડિટ કરીને ફરી એકવાર પોસ્ટ કરી અને ઈન્સ્ટાગ્રામની પોલિસી પર સવાલ ઉઠાવ્યા. મેડોનાએ પોતાની તસવીરો સાથે ઘણી લાંબી પોસ્ટ લખીને ઈન્સ્ટાગ્રામ પર નિશાન સાધ્યું છે.

તસવીરોમાં મારા નિપ્પલ દેખાતા હતા

તસવીરોમાં મારા નિપ્પલ દેખાતા હતા

મેડોનાએ તેના એકાઉન્ટ પર જે તસવીરો શેર કરી હતી તેમાં તેના નિપ્પલ દેખાતા હતા, જેને ઈન્સ્ટાગ્રામે હટાવી દીધી હતી. મેડોનાએ ત્યારપછી તસવીરો એડિટ કરીને તેને ફરીથી પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, હું ફરી એક વખત તે તસવીરો પોસ્ટ કરી રહી છું જેને ઈન્સ્ટાગ્રામે કોઈપણ ચેતવણી કે સૂચના વિના મારા એકાઉન્ટમાંથી હટાવી દીધી છે. તે તસવીરોમાં મારા નિપ્પલ દેખાતા હતા તે કારણ તેમણે મારી મેનેજમેન્ટ ટીમને જણાવ્યું.

શરીરનો એક-એક ઇંચ ભાગ બતાવવાની પરવાનગી

શરીરનો એક-એક ઇંચ ભાગ બતાવવાની પરવાનગી

મેડોનાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું, મારા માટે ખરેખર આશ્ચર્યજનક છે કે આપણે એવી સંસ્કૃતિમાં રહીએ છીએ જ્યાં નિપ્પલ સિવાય સ્ત્રીના શરીરના દરેક ઇંચને બતાવવાની છૂટ છે. જેમ કે, તે સ્ત્રીના શરીરનો એકમાત્ર ભાગ છે જે જાતીયતા દર્શાવે છે. આ એ જ સ્તન છે જે બાળકને પોષણ આપે છે.

શું પુરુષના નિપ્પલ પણ આવી જ રીતે..

શું પુરુષના નિપ્પલ પણ આવી જ રીતે..

તસવીરો સાથેના કેપ્શનમાં મેડોનાએ લખ્યું કે, શું પુરુષના નિપ્પલને પણ સમાન સેક્સુઆલિટી એન્ગલથી લઈ શકાય છે. અને સ્ત્રીના નિતંબ સાથે શું સમસ્યા છે, જે ક્યારેય ક્યાંય સેન્સર થતા નથી. હું મારી જાતનો આભાર માનું છું કે ચાર દાયકાની સેન્સરશિપ, જાતિવાદ, વય ભેદભાવ અને ગેરરીતિઓ છતાં મેં મારી માનસિક સ્થિતિ જાળવી રાખી છે.

શું છે ઈન્સ્ટ્રાગ્રામની ગાઈડલાઈન

શું છે ઈન્સ્ટ્રાગ્રામની ગાઈડલાઈન

તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામની ઓફિશિયલ કોમ્યુનિટી ગાઈડલાઈન્સ હેઠળ ઈન્સ્ટાગ્રામ પર નગ્નતા સંબંધિત પોસ્ટ કરવાની મંજૂરી નથી અને મહિલાઓના સ્તનની તસવીરો પણ ગાઈડલાઈનમાં સામેલ છે. જો કે, કેટલાક અપવાદો સાથે આવા ફોટા સ્તનપાન દરમિયાન, બાળજન્મ અથવા જન્મ પછી, આરોગ્યની સ્થિતિ અને વિરોધ દરમિયાન પોસ્ટ કરવાની મંજૂરી છે. આ સિવાય જો શિલ્પ અને ચિત્રો દ્વારા નગ્નતા દેખાતી હોય તો તે પણ પોસ્ટ કરી શકાય છે.

તસવીરો જોઈને મેડોનાના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા

તસવીરો જોઈને મેડોનાના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા

બુધવારે સાંજે જ્યારે મેડોનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા એડિટ કર્યા વગર પોસ્ટ કર્યા ત્યારે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. તે તસવીરો જોઈને તેના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે તસવીરોમાં લહેંગા પહેરીને મેડોનાએ કેટલાક એવા પોઝ આપ્યા હતા, જેમાં તેના સ્તનો દેખાતા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ કોમેન્ટ્સનો મારો ચાલ્યો હતો. કેટલાક લોકોએ તે તસવીરોને અશ્લીલ ગણાવી હતી તો કેટલાક યુઝર્સે મેડોનાની હિંમતની પ્રશંસા કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X