પ્રિયંકા ચોપરા અને સેમ હ્યુગનનો ખુલ્લેઆમ લિપ કિસ કરતો વીડિયો વાયરલ, જાણો શું છે હકિકત?

બોલિવૂડની દેશી ગર્લ આ દિવસોમાં હોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી મેટ ગાલાને લઈને છવાયેલી પ્રિયંકા ચોપરા હવે ફરી એક વિવાદમાં આવી છે. પ્રિયંકાને ભરી મહેફિલમાં સેમ હ્યુગને લીપ કરી કરી હોવાના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

PC

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગથી છવાયેલી પ્રિયંકા ચોપરા તેની અંગ્રેજી વેબ સીરિઝ સિટાડેલના પ્રમોશનમાં વ્યસ્ત હતી. પ્રિયંકા ચોપરા તેની વેબ સિરીઝના પ્રમોશન માટે ભારત પણ આવી હતી. તે પછી પતિ નિક જોનાસ સાથે મેટ ગાલા 2023માં પણ જોવા મળી હતી.

હાલમાં પ્રિયંકા ચોપરા તેની આગામી હોલીવુડ ફિલ્મ લવ અગેનના પ્રીમિયરમાં પહોંચી હતી. આ ફિલ્મમાં તેની સાથે સેમ હ્યુગન જોવા મળવાના છે. ન્યૂયોર્કમાં આ ફિલ્મના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા, સેમ હ્યુગન અને નિક જોનાસે હાજરી આપી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા અને તેના કો-એક્ટર સેમ એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સેમ હ્યુગન કો-એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાને નાક પર કિસ કરી રહ્યા છે. જો કે વીડિયો જોયા પછી લોકોને લાગે છે કે પ્રિયંકા ચોપરા અને સેમ બંને એકબીજાને લિપ કિસ કરી રહ્યાં છે. હવે લિપ કિસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, સેમ હ્યુગન, પ્રિયંકા ચોપરા અને સેલિન ડાયોન ફિલ્મ લવ અગેનમાં એક સાથે જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું પ્રીમિયર ન્યૂયોર્કમાં યોજાયુ હતું. સેમ અને પ્રિયંકા સાથે નિક જોનાસ પણ ફિલ્મમાં નાનો કેમિયો કરી રહ્યો છે. ત્રણેય પ્રીમિયરમાં હાજરી આપી હતી.

આ ફિલ્મના પ્રિમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લુ ગાઉન અને પફી સ્કર્ટમાં કમાલની ખૂબસૂરત લાગી રહી હતી. તેવી સેમ ઓલ-બ્લેક લુકમાં હેન્ડસમ લાગતો હતો. નિક જોનાસ ગ્રે સૂટમાં જોવા મળ્યો હતો. સેમે પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરાને નાક પર કિસ કરી હતી, કેટલાકને આ કિસ લિપ કિસ લાગી હતી.

પ્રિયંકાના વર્કફ્રન્ડની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા છેલ્લી વખત રિચર્ડ મેડન સાથે અંગ્રેજી વેબ સિરીઝ સિટાડેલમાં જોવા મળી હતી. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 28 એપ્રિલથી સ્ટ્રીમ થઈ રહી છે. હવે પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે બોલિવૂડ ફિલ્મ જી લે ઝરામાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X