OMG : પર્યાવરણ સંરક્ષણની અજબ ઝંખના, એક જ પાણીએ સ્નાન કરે છે પતિ-પત્ની!

લૉસ એંજલ્સ, 20 માર્ચ : સમગ્ર વિશ્વ પર્યાવરણ અસંતુલન સામે ઝઝૂમી રહ્યો છે અને પર્યાવરણ અસંતુલનના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી જ રહે છે. ક્યાંક કમોસમ વરસાદ, તો ક્યાંક પૂર અને હિમવૃષ્ટિ અને ક્યાંક કસમયે ભીષણ ગરમી અથવા ઠંડીનો સામનો કરવો પડે છે.

એક તરફથી ઝડપથી પર્યાવરણ અસંતુલન થઈ રહ્યું છે, તો બીજી બાજુ અનેક સંસ્થાઓ પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્રે પણ ઉતરી પડી છે. ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણ માટે અનેક પ્રવૃત્તિઓ, આંદોલન અને કાર્યક્રમો થતાં રહે છે. અનેક મોટી-મોટી એનજીઓ અને સંગઠનો પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયાસરત્ રહેતા હોય છે, પરંતુ અહીં આપણે વાત કરીશું એક એવા મહિલા ડિઝાઇનરની કે જેમની પર્યાવરણ સંરક્ષણ માટેની ઝંખના અજબ જ છે. આ ડિઝાઇનર છે વિવિયન વેસ્ટવુડ. વિવિયન વેસ્ટવુડ કહે છે કે તેઓ ક્યારેક-ક્યારેક જ સ્નાન કરે છે અને આવું તેઓ પર્યાવરણ સંરક્ષણ માટે કરે છે.

આવો તસવીરો સાથે જાણીએ વિવિયન વેસ્ટવુડની કહાણી :

ક્યારેક-ક્યારેક જ સ્નાન

ક્યારેક-ક્યારેક જ સ્નાન

ડિઝાઇનર વિવિયન વેસ્ટવુડ કહે છે કે તેઓ ક્યારેક-ક્યારેક જ સ્નાન કરે છે. તેઓ દર રોજ સ્નાન નથી કરતાં અને આવું તેઓ પર્યાવરણ સંરક્ષણ માટે કરે છે.

એક જ પાણીએ સ્નાન

એક જ પાણીએ સ્નાન

72 વર્ષીય વેસ્ટવુડે ખુલાસો કર્યો - હું અને મારા પતિ એક-બીજા દ્વારા વપરાયેલ પાણીમાં સ્નાન કરીએ છીએ, કારણ કે અમે પર્યાવરણને હર્યુ-ભર્યુ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

પેટાની ઝુંબેશમાં વેસ્ટવુડ

પેટાની ઝુંબેશમાં વેસ્ટવુડ

વિવિયન વેસ્ટવુડ પશુઓ માટે કામ કરતી સંસ્થા પેટાની નવી ઝુંબેશમાં જોડાયાં છે.

પાણી વાપરવામાં કંજૂસી

પાણી વાપરવામાં કંજૂસી

આ વીડિયોમાં વેસ્ટવુડ કહે છે - ઘરે હું દરરોજ સ્નાન નથી કરતી. હું થોડુ-ઘણું ધોવા-પોંછવાનું કામ કરી કામે નિકળી જાઉ છું.

ક્યાંકથી તો થાય શરુઆત

ક્યાંકથી તો થાય શરુઆત

વેસ્ટવુડ કહે છે - આપ જે કંઈ વિચારો, પરંતુ એવું કરી આપ પર્યાવરણની મદદ કરો છો. આપણે ક્યાંકથી તો શરુઆત કરવી છે.

પ્રતિબદ્ધ શાકાહારી

પ્રતિબદ્ધ શાકાહારી

વિલિયન વેસ્ટવુડ એક પ્રતિબદ્ધ શાકાહારી પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X