સલમાન ખાનની કાર ઉપર હુમલો

salman
મુંબઈ, 20 ફેબ્રુઆરી : આ વાત અમે નથી કહી રહ્યાં, પણ પોતે સલમાન ખાને જણાવી છે અને સાથે જ તેમણે પોતાની જરૂરિયાત મુજબ સલામતી પૂરી ન પાડવા બદલ ગુસ્સો પણ જાહેર કર્યો છે. સલમાનના ગુસ્સાનો ભોગ બન્યાં છે સીસીએલ એટલે કે સેલિબ્રિટી ક્રિકેટ લીગના આયોજકો.

મળતી માહિતી પ્રમાણે સલમાન ખાન તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલ સીસીએલ ટૂર્નામેંટ દરમિયાન મુશ્કેલીમાં મૂકાઈ ગયા કે જ્યારે તેઓ પોતાની કાર લઈ ગ્રાઉંડથી પોતાની હોટેલ તરફ જઈ રહ્યા હતાં. સલમાનને બહાર નિકળતાં જોઈ કેટલાંક બાઇકર્સે સલમાનનો પીછો શરૂ કર્યો અને સાથે જ બાઇક વડે સલમાનની કારને ટક્કર પણ મારી. સલમાન ખાનનું ધ્યાન પોતાની બાજુ ખેંચવા માટે તે લોકોએ ખૂબ પ્રયત્ન કર્યાં અને ઘણી દૂર સુધી સલમાન સાથે ચાલતા રહ્યાં.

સલમાન ખાને તે બાઇકર્સનો ગુસ્સો પણ સીસીએલના આયોજકો ઉપર ઉતાર્યો. સલમાને જણાવ્યું કે આ બનાવ દરમિયાન મોટો અકસ્માત પણ બની શક્યો હોત. સલમાન ખાનના ફૅન્સ તો તેમની પાછળ ગાંડા છે જ, પણ તેમનું ગાંડપણ આ હદે પહોંચી જશે, તેનો અંદાજ કદાચ પોતે સલમાનને પણ નહોતો.

તેથી જ તો તેઓ વગર સલામતીએ ગ્રાઉંડમાંથી બહાર નિકળી ગયાં. જ્યારે સપમાન હોટેલ પહોંચ્યાં, ત્યારે ખૂબ ગુસ્સામાં હતાં. તેમને ગુસ્સો બાઇકર્સ ઉપર નહોતો આવતો, કારણ કે તેઓ તો સલમાનના ફૅન્સ હતાં અને સલમાનની ઝલક પામવા બેબાકળા હતાં, પરંતુ સલમાનને ગુસ્સો એ બાબતનો હતો કે આયોજકોએ તેમની સલામતી માટે યોગ્ય બંદોબસ્ત કર્યો નહોતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X