#Angrykyun સલમાનને ફરી આવ્યો જોરદારનો ગુસ્સો
સલમાન ખાનને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે ભલ ભલા લોકો હચમચી જાય છે. ત્યારે ફરી એક કંઇ તેવું જ બન્યું છે જેણે સલમાનને કરી દીધો છે ગુસ્સે...
સલમાન ખાનને આમ તો ગુસ્સો ઓછો આવે છે પણ જ્યારે તેને ગુસ્સો આવે છે ત્યારે કોઇ તેના ગુસ્સાથી બચી નથી શકતું. ત્યારે હાલમાં જ કંઇક તેવું બન્યું કે સલમાન ખાનનો ગુસ્સો સાતમાં આસમાને જતો રહ્યો. સલમાનના મિત્ર ચંકી પાંડેની ભાભી ડિયાન પાંડેની પાર્ટીમાં સલમાન સહિત બોલીવૂડના તમામ મોટો સ્ટાર્સે હાજરી આપી હતી.

ત્યારે પાર્ટીમાં જ્યારે સલમાન ખાન તેમની કહેવાતી ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂર સાથે પહોંચ્યો તો ગાડીમાંથી જ ઉતરતા જ લોકો સલમાન ખાન અને લૂલિયાના ફોટો પડાવવા લાગ્યા. આમ તો આ પહેલા અનેક વાર લોકોએ સલમાન અને લૂલિયાના ફોટો સાથે પાડ્યા છે. પણ તે દિવસે સલમાન ખાનને તેવું તો શું થયું કે તે ફોટોગ્રાફર પર ભડકી ગયો.
નોંધનીય છે કે સલમાન ખાન અને ફોટોગ્રાફરો વચ્ચે વાર તહેવારે વિવાદ થતો જ રહે છે. ત્યારે આ વખતે પણ કંઇક તેવું જ થયું જેણે સલમાનને ગુસ્સાથી લાલ પીળો કરી દીધો.












Click it and Unblock the Notifications
