13મુ આઈટીએ ઍવૉર્ડ્સ સમારંભ 23મી ઑક્ટોબરે
મુંબઈ, 27 સપ્ટેમ્બર : દેશના 13માં ભારતીય ટેલીવિઝન એકેડેમી (આઈટીએ) ઍવૉર્ડ્સ 2013નું આયોજન 23મી ઑક્ટબરે કરવામાં આવશે.

ભારતીય ટેલીવિઝન ઉદ્યોગના આ પ્રતિષ્ઠિત સમારંભનું આયોજન અહીં ફિલ્મસિટી ખાતેના રિલાયંસ મીડિયા વર્ક્સમાં થશે. સમારંભના નિર્ણાયક મંડળમાં વીતેલા જમાનના અભિનેત્રી સિમી ગરેવાલ ઉપરાંત રાકેશ બેદી, મીર મુનીર, જાવેદ સૈયદ, ઉમેશ ગુપ્તા, માયા રાવ, ભારતી પ્રધાન તથા અનિલ સહેગલનો સમાવેશ થાય છે. આઈટીએ સંયોજક શશિ રંજને જણાવ્યું - આ વર્ષે 45 શ્રેણીઓમાં અમને લગભગ 1850 નૉમિનેશન્સ મળ્યાં છે. તેમાં 18 ટેક્નિકલ ઍવૉર્ડ્સ, પ્રજાના વોટિંગના આધારે અપાતા છહ પૉપ્યુલર ઍવૉર્ડ્સ તથા નિર્ણાયક મંડળ દ્વારા પસંદ કરાયેલ 18 ઍવૉર્ડ્સ આપવામાં આવશે.
શશિ રંજને આગળ જણાવ્યું - આઈટીએ ઍવૉર્ડ્સ સમારંભમાં ડેલીસોપ, વાર્તા કાર્યક્રમોથી લઈ સંગીત/ફિલ્મ કાર્યક્રમો, સમાચાર તથા સમસામયિકી કાર્યક્રમોથી લઈ બાળકોના કાર્યક્રમો, દિગ્દર્શકોથી લઈ કલાકારો તથા હોસ્ટ્સથી લઈ ટેક્લીનિશયનોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. આ કાર્યક્રમના રેકૉર્ડિંગનું પ્રસારણ સ્ટાર પ્લસ ઉપર 3જી નવેમ્બરે થશે.












Click it and Unblock the Notifications
