For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતી સિંહ-હર્ષ લિંબાચિયા ડ્રગ્ઝ કેસ પર શંકા, 2 NCB અધિકારીઓ સસ્પેન્ડ!

ભારતી સિંહ અને તેના પતિ હર્ષના કેસમાં તપાસ કરી રહેલ બે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝનો મામલો સામે આવતા જ સતત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ભૂમિકા બૉલિવુડમાં ડ઼્રગ્ઝ કનેક્શન માટે દેખાઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે એ મોટો ઝટકો રહ્યો જ્યારે કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ કરવામાં આવી. બંનેના ઘરેથી ડ્રગ્ઝ મળી ત્યારબાદ લાંબી પૂછપરછ બાદ ભારતી સિંહ અને હર્ષની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં મોટી માહિતી સામે આવી છે. ભારતી સિંહ અને તેના પતિ હર્ષના કેસમાં તપાસ કરી રહેલ બે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

NCBના બે અધિકારી શંકાના ઘેરામાં

NCBના બે અધિકારી શંકાના ઘેરામાં

ઝી ન્યૂઝના રિપોર્ટ અનુસાર ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના જામીન સમય કોર્ટ સામે એનસીબીની ટીમ કોર્ટમાં હાજર નહોતી. સાથે જ બંનેના જામીનનો વિરોધ પણ એનસીબી તરફથી કરવામાં આવ્યો નહિ. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ડ્ર્ગ્ઝ કેસમાં તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના બે અધિકારી શંકાના ઘેરામાં છે. માટે તેમને સસ્પેન્ડ કરીને અધિકારીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ભારતી સિંહ અને તેના પતિ હર્ષની જામીન રદ

ભારતી સિંહ અને તેના પતિ હર્ષની જામીન રદ

તમને જણાવી દઈએ કે હાલમાં જ એનસીબીએ ભારતી સિંહ અને તેના પતિ હર્ષના જામીન રદ કરવાની માંગ કરી છે. આ સાથે જ લોઅર કોર્ટના ઑર્ડરને બાજુએ મૂકીને બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની અનુમતિ પણ માંગી છે. એનસીબીની આ માંગ માટે આવતા સપ્તાહે સુનાવણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 14 નવેમ્બરે બંનેને 15-15 હજારના બૉન્ડ પર કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર ભારતી અને હર્ષના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો.

કોર્ટે જામીન પર આપ્યો ચૂકાદો

કોર્ટે જામીન પર આપ્યો ચૂકાદો

મીડિયા રિપોર્ટ્સમાં એ કહેવામાં આવ્યુ કે ભારતી અને હર્ષે ગાંજો લેવાની વાત કબૂલી હતી. કોર્ટે જામીન પર ચુકાદો સંભળાવીને એ કહ્યુ હતુ કે ભારતી અને હર્ષના ઘરેથી ઓછી માત્રામાં ગાંજો મળ્યો છે. બંનેને પોલિસ કસ્ટડીમાં રાખવાની જરૂર નથી. રિમાન્ડ પણ જરૂરી નથી. ભારતી સિંહે થોડા દિવસ પહેલા પોતાના પતિ હર્ષ માટે એક ખાસ પોસ્ટ લખી. સાથે જ દબાયેલા અવાજમાં ડ્ર્ગ્ઝ કેસથી થયેલા દુઃખને પણ વ્યક્ત કર્યુ.પતિના ફોટા સાથે ભારતી સિંહે લખ્યુ કે મારી શક્તિ, મારી મજબૂતી, મારા બેસ્ટ ફ્રેન્ડ, મારો પ્રેમ અને મારા હર્ષ લિંબાચિયા તમને મારો ખૂબ ખૂબ પ્રેમ.

લગ્ન અને 4 અફેરના પતિના આરોપો પર પવિત્રાએ તોડ્યુ મૌનલગ્ન અને 4 અફેરના પતિના આરોપો પર પવિત્રાએ તોડ્યુ મૌન

English summary
2 NCB investigating officer suspended Bharti Singh-Haarsh Limbachiyaa drug case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X