For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ધ કપિલ શર્મા શો'માંથી ભારતીને હટાવવાની કેમ ઉઠી રહી છે માંગ? જાણો

બોલિવુડ અભિનેત્રીઓ રવીના ટંડન, ડાયરેક્ટર ફરાહ ખાન અને કૉમેડિયન ભારતી સિંહ હાલમાં લોકોના નિશાના પર છે જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રીઓ રવીના ટંડન, ડાયરેક્ટર ફરાહ ખાન અને કૉમેડિયન ભારતી સિંહ હાલમાં લોકોના નિશાના પર છે. આ ત્રણે પર એક સમુદાય વિશેષની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે જેના માટે આ બધા સામે પંજાબ અને અમદાવાદમાં બે જગ્યાએ કેસ નોંધવામાં આવ્યો છે. વળી, હવે ટીવી સ્ટાર કૉમેડિયન ભારતી સિંહ માટે એક અરજી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

‘ધ કપિલ શર્મા શો'માંથી બહાર કરો ભારતી સિંહનેઃ લોકોની માંગ

‘ધ કપિલ શર્મા શો'માંથી બહાર કરો ભારતી સિંહનેઃ લોકોની માંગ

આ અરજીમા સોનીના હિટ શો ‘ધ કપિલ શર્મા શો'માંથી બહાર કરવાની માંગ ઉઠી રહી છે. તમને જણાવી દઈએ કે એંડ્રુ ડેવિડ નામના આ વ્યક્તિએ આ પિટીશન શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં 7,167થી વધુ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આ પિટીશનમાં કુલ 7,500 હસ્તાક્ષરની માંગ કરવામાં આવી હતી. વાયરલ થઈ રહેલી અરજીમાં લખેલુ છે કે જ્યારે આખી દુનિયા ડિસેમ્બરમાં ક્રિસમસ મનાવી રહી હતી ત્યારે ત્રણ બોલિવુડ અભિનેત્રીઓએ Hallelujah (પ્રભુની સ્મૃતિ કરવી કે ખુશી વ્યક્ત કરવી) શબ્દનો બેંક બેંચર નામના શો પર મજાક ઉડાવી રહ્યા હતા, હું તમને બધાને આગ્રહ કરુ છુ કે આ પિટીશનને સાઈન કરો જેનાથી ધર્મની મજાક બંધ થાય.

કપિલ શર્મા તરફથી આ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આવી

કપિલ શર્મા તરફથી આ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આવી

હાલમાં કપિલના શો કે કપિલ શર્મા તરફથી આ વિશે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે આ લોકપ્રિય શોમાં ભારતી સિંહ બુઆ અને બચ્ચા સિંહની પત્નીનો રોલ પ્લે કરે છે. ઉલ્લેખનીય છે કે રવીના, ભારતી અને ફરાહ ખાન પર આરોપ છે કે તેમણે એક પ્રાઈવેટ વેબ અને યુટ્યુબ ચેનલ માટે બનાવવામાં આવેલ એક કૉમેડી પ્રોગ્રામમાં ઈસાઈ ધર્મના શબ્દનો ઉપયોગ કર્યો છે જેની સામે અમૃતસરના અજનાલામાં ઈસાઈ ધર્મ સાથે જોડાયેલા લોકો તરફથી ક્રિમસના દિવસે પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ પંજાબ પોલિસે એફઆઈઆર નોંધી છે. મળતી માહિતી મુજબ આ ત્રણે પર આઈપીસીની કલમ 295-એ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જનરલ મનોજ મુકુંદ બન્યા દેશના 28માં સેના પ્રમુખ, જનરલ રાવત થયા રિટાયરઆ પણ વાંચોઃ જનરલ મનોજ મુકુંદ બન્યા દેશના 28માં સેના પ્રમુખ, જનરલ રાવત થયા રિટાયર

રવીના-ફરાહે માંગી માફી

રવીના-ફરાહે માંગી માફી

જો કે હોબાળો વધતો જોઈ રવીના અને ફરાહ બંનેએ માફી માંગી છે. રવીનાએ આ અંગે એક વીડિયો જારી કર્યો છે જેમાં તેણે કહ્યુ છે કે, ‘અમે ત્રણે (ફરાહ, રવીના અને ભારતી)ની કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાની ઈચ્છા નહોતી પરંતુ જો અમારાથી આવુ થઈ ગયુ હોય તો, અમે દિલથી માફી માંગીએ છીએ.' ફરાહ ખાને પણ કહ્યુ કે, ‘હું દરેક ધર્મનુ સમ્માન કરુ છુ અને કોઈનુ પણ અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો.'

English summary
A petition has now gone viral demanding Bharti Singh being fired from the Kapil Sharma Show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X