• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બૉસ ફેમ શહેનાઝ ગિલના પિતા પર રેપનો આરોપ, બૉયફ્રેન્ડને મળવા આવેલી યુવતી પર રેપ

|

ચુલબુલા અંદાજથી બિંગ બૉસ 13માં બધાની લાડકી બનેલી અભિનેત્રી શહેનાઝ ગિલ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેનાઝના પિતા સંતોખ સિંહ સૂખ કાનૂની બખેડામં ફસાઈ ગયા છે. જલંધરમાં એક મહિલાએ તેમના પર રેપનો કેસ ફાઈલ કરાવ્યો છે. મહિલના જણાવ્યા મુજબ સંતોખે બંદૂકની અણીએ તેની સાથે બળાત્કાર કર્યો. પોલિસે આ અંગે કેસ નોંધી લીધો છે અને કેસની તપાસ કરી રહી છે. શહેનાઝના પિતા પર લાગેલ આરોપ સાચો છે કે ખોટો તે વિશે પોલિસ તપાસ બાદ જ જાણી શકાશે. તમને જણાવી દઈએ કે શહેનાઝનો આખો પરિવાર પંજાબમાં રહે છે. લૉકડાઉનના કારણે શહેનાઝ અને તેમના ભાઈ શહેબાઝ મુંબઈમાં ફસાયેલા છે.

14 મેની ઘટના, 19મેએ નોંધાયો કેસ

14 મેની ઘટના, 19મેએ નોંધાયો કેસ

પોલિસ પાસેથી મળેલી માહિતી અનુસાર પીડિત મહિલાએ જણાવ્યુ કે તેની સાથે 14 મેા રોજ રેપ કરવામાં આવ્યો. વળી, પોલિસનુ કહેવુ છે કે કેસ 19 મેના રોજ ફાઈલ કરાવવામાં આવ્યો છે. પીડિતાનો બૉયફ્રેન્ડ સંતોખ સિંહા ઘરે જ રહેતો હતો અને તે એને મળવા તેના ઘરે ગઈ હતી. પીડિતા સહેલી સાથે સંતોખ સિંહના ઘરે પહોંચી તો તે ત્યાં બહાર જ રાહ જોઈ રહ્યા હતા. પીડિતાએ પોલિસને જણાવ્યુ કે સંતોખ સિંહે બૉયફ્રેન્ડને મળવાની વાત કરીને તેને પોતાની ગાડીમાં બેસાડી લીધી. મહિલાનો આરોપ છે કે સંતોખ સિંહે રોહી પુલ વ્યાઝ પાસે બંદૂકની અણીએ તેના પર બળાત્કાર કર્યો. પોલિસના જણાવ્યા અનુસાર સંતોખ સિંહ ફરાર થઈ ગયો છે.

બિગ બૉસમાં શહેનાઝે ઉડાવી હતી પિતાની મજાક

બિગ બૉસમાં શહેનાઝે ઉડાવી હતી પિતાની મજાક

બિગ બૉસ 13માં જ્યારે શહેનાઝ ફેમિલી વીક હતુ તે વખતે શહેનાના પિતા જ તેને મળવા માટે આવ્યા હતા. શહેનાઝે શોમાં ઘણી વાર પોતાના પિતાની મજાક પણ ઉડાવી હતી જેનાથી સિદ્ધાર્થ શુક્લા તેના પર નારાજ થઈ ગયો હતો.તમને જણાવી દઈએ કે શહેનાઝ અને સિદ્ધાર્થની કેમેસ્ટ્રી બિગ બૉસ હાઉસમાં સૌથી ફેમસ હતી. સિદ્ધાર્થ શોના વિનર બન્યા હતા.

શહેનાઝની દાદી હોસ્પિટલમાં ભરતી

શહેનાઝની દાદી હોસ્પિટલમાં ભરતી

શહેનાઝ ગિલના દાદી હોસ્પિટલમાં ભરતી થયા હતા. શહેનાઝના પિતાએ જ આની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. દાદીના બિમાર થવા પર પણ શહેનાઝ તેમની પાસે જઈ શકી નહોતી. શહેનાઝના પિતા ત્યારે માનો ફોટો શેર કરીને લખ્યુ હતુ -મારી મા, હોસ્પિટલમાં છે, લિવરમાં મુશ્કેલી આવી છે. ભગવાન જલ્દીથી ઠીક કરી દો.

ખુદને બદલી રહ્યો છે કોરોના વાયરસ, શરીર માટે બન્યો પહેલાથી વધુ ખતરનાકખુદને બદલી રહ્યો છે કોરોના વાયરસ, શરીર માટે બન્યો પહેલાથી વધુ ખતરનાક

English summary
A rape case has been registered against big boss 13 fame Shenaz Gill's father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X