નાગિન 3 એક્ટર પર્લ વી પુરી પર રેપનો આરોપ, ફરિયાદ નોંધાઈ, મોડી રાતે પોલિસે કરી ધરપકડ
નાગિન ફેમ એક્ટર પર્લ વી પુરી પર છેડતી અને રેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ટેલીવિઝન જગતમાં હાલમાં ઘણી ઉથલપાથલ મચેલી છે. થોડા દિવસોથી એક્ટર કરણ મહેરા અને નિશા રાવલ વચ્ચે અણબનાવના સમાચાર છવાયેલા છે જેમાં કરણ મહેરાની પોલિસે ધરપકડ પણ કરી લીધી હતી. હવે નાગિન ફેમ એક્ટર પર્લ વી પુરી પર છેડતી અને રેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુવતી અને તેના પરિવારજનો દ્વારા પોલિસમાં ફરિયાદ નોંધાવાયા બાદ 4 જૂને મોડી રાતે પોલિસે પર્લ વી પુરી સહિત બધા છ આરોપીઓની મુંબઈમાં ધરપકડ કરી લીધી છે. હાલમાં બધા પોલિસની કસ્ટડીમાં છે.

આજતકના રિપોર્ટ મુજબ આ મામલે પીડિતાએ પોલિસમાં નિવેદન આપ્યુ છે. પીડિતાએ કહ્યુ કે પહેલા તેની સાથે કારમાં રેપ કરવામાં આવ્યો અને પછી તેની સાથે આ વારંવાર કરવામાં આવ્યુ. પર્લ વી 'બેપનાહ પ્યાર', 'બ્રહ્મરાક્ષક 2' અને 'નાગિન 3' જેવી ઘણી ટીવી સીરિયલોમાં જોવા મળી ચૂક્યો છે. 2013માં ટીવી સીરિયલ 'દિલ કી નજર સે ખૂબસૂરત' સાથે તેણે ડેબ્યુ કર્યુ હતુ. પછી લીડ એક્ટર તરીકે તેને પહેલી બ્રેક 'ફિર ભી ના માને બદતમીઝ દિલ'થી મળી. તે ઘણી વાર પોતાના પર્સનલ લાઈફ માટે ચર્ચામાં રહ્યો છે. કરિશ્મા તન્ના સાથે તેના રિલેશનશિપના સમાચારો પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા.












Click it and Unblock the Notifications
