આદિત્ય સિંહ રાજપૂતના મોતની સચ્ચાઈ આવી સામે, દોસ્તે જણાવ્યુ મરતા પહેલા એક્ટર સાથે શું થયુ હતુ
Aditya Singh Rajput Death: ટીવી કલાકાર અને મોડલ આદિત્ય સિંહ રાજપૂતના નિધનને લઈને અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે આદિત્યનું મોત ડ્રગના ઓવરડોઝને કારણે થયુ છે.
જો કે, આદિત્યના મિત્રોએ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને આવા સમાચાર ફેલાવનારાઓની પણ નિંદા કરી હતી. આદિત્ય સિંહ રાજપૂતની નજીકની મિત્ર સુબુહી જોશીએ પણ મોત અંગે ઘણા ખુલાસા કર્યા છે અને કહ્યુ છે કે ડ્રગ ઓવરડોઝની વાત ખોટી છે.

મિત્ર સુબુહી જોશીએ દાવો કર્યો છે કે આદિત્યનું મોત બાથરૂમમાં પડી જવાથી થયુ હતુ. આદિત્યના માથા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે 32 વર્ષીય આદિત્ય સિંહ રાજપૂતનું 22 મેના રોજ મુંબઈમાં પોતાના ઘરના બાથરૂમમાં મોત થયુ હતુ.
આદિત્યના આ રહસ્યમય મૃત્યુથી બધા ચોંકી ગયા હતા. સમાચાર ફેલાઈ ગયા કે આદિત્યનું મોત ડ્રગના ઓવરડોઝને કારણે થયુ. પરંતુ હવે આદિત્યની નજીકની મિત્ર સુબુહી જોશી ડ્રગ્સના મામલે ભડકી છે અને સત્ય બધાની સામે જણાવ્યુ છે. આજતક સાથે વાત કરતા સુબુહી જોશીએ કહ્યું કે તે જાણે છે કે 22 મેના રોજ આદિત્યનું મૃત્યુ થયુ તે દિવસે શું થયુ હતુ.
સુબુહી જોશીએ કહ્યુ કે 22મીએ સવારે 11 વાગે મારી આદિત્ય સાથે વાત થઈ હતી. અમે બંને દિવસમાં 10 વખત વાત કરતા હતા. આદિત્યના શબ્દો પરથી મને ક્યાંય પણ એવુ ન લાગ્યુ કે તેને કોઈ સમસ્યા છે કે તે દુઃખી છે. તે મારી સાથે આરામથી વાત કરી રહ્યો હતો. અમે ઘણી બાબતો પર ચર્ચા કરી.
સુબુહી જોશીએ કહ્યુ કે આદિત્ય સિંહ રાજપૂતના ઘરની હાઉસ હેલ્પે મને કહ્યું કે તેમને એસિડિટીની સમસ્યા થઈ હતી. જે બાદ તે બાથરૂમમાં ગયો હતો. પછી બાથરૂમમાંથી જોરથી અવાજ આવ્યો જાણે કોઈ પડી ગયુ હોય. જ્યારે હાઉસ હેલ્પ બાથરૂમમાં પહોંચી તો તેણે જોયું કે આદિત્ય ત્યાં જમીન પર પડેલો હતો. હાઉસ હેલ્પે તરત જ મને બોલાવી. હું આદિત્યના ઘરથી બે-ત્રણ મિનિટ દૂર રહુ છુ. હું ફટાફટ આવી ગઈ.
સુબુહીએ કહ્યુ કે હું ત્યાં ગઈ અને જોયુ કે આદિત્ય બાથરૂમમાં પડેલો હતો. તેના માથા પર ઈજાના નિશાન હતા. બાથરૂમમાં જ્યાં આદિત્ય પડ્યો હતો તેની ટાઇલ્સમાં તિરાડો હતી. હાઉસ હેલ્પના કહેવા પ્રમાણે આદિત્યના પડવાનો અવાજ ખૂબ જ જોરદાર હતો. આદિત્ય સિંહ રાજપૂતને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી. આ સમાચાર તદ્દન ખોટા છે.
સુબુહી જોશીએ આગળ કહ્યુ કે આદિત્યના પડ્યા પછી તરત જ તે બિલ્ડિંગમાં રહેતા એક ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તે ડૉક્ટરે તરત જ ECG કર્યુ અને કહ્યુ કે આદિત્યનુ મૃત્યુ પડી જવાને કારણે થયુ છે. પછી મે પોલીસને ફોન કર્યો. પોલીસે આવ્યા બાદ તમામની પૂછપરછ કરી અને આદિત્યના મૃતદેહને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
